વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પહોંચી ગયા છે હવે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મોટાપાયે સાફ સફાઈ શ કરવામાં આવે તેવી ચર્ચા એ જોર પકડું છે વિવાદિત છબી ના કારણે રાયકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ સહિતના ત્રણથી ચાર મંત્રીઓ પાસેથી મંત્રી પદ અને પોર્ટફોલિયા છીનવાઈ જાય તેવી શકયતા જોવાય રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે સ્થાનિક નેતાઓ સાથે તેઓ બેઠક કરે છે પરંતુ પ્રથમ વખત એવું બન્યું છે કે તેઓ રાત્રિ રોકાણ દરમિયાન કોઈ આગેવાન કે નેતાને મળ્યા ન હતા. જોકે થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દિલ્હી ગયા હતા ત્યાં તેમણે મુલાકાત સંપન્ન કરી દીધી હતી.
અહીં નોંધવું જરી છે કે વડાપ્રધાનનો દાહોદ ખાતેના કાર્યક્રમમાં મંત્રી બચુભાઈ ખાબડ સાથે અંતર જાળવવામાં આવ્યું હતું તો ગઈકાલે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમની ગેરહાજરી આંખે ઉડીને વળગે તેવી હતી. પરિણામે ગમે ત્યારે તેમનું રાજીનામું પડી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે.
ગુજરાત સરકારમાં મંત્રીમંડળમાં ફેરફાર થશે તેવી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ ગમે તે કારણોસર વિસ્તરણ થઈ શકતું નથી તે સત્ય હકીકત છે.
વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી જૂન મહિનામાં યોજવા જઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને હાલના તબક્કે મંત્રીમંડળમાં ફેરફાર કરવાનો આવે તેવી શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech