પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિકના ટર્મિનલ સ્ટેશનમાં હંગામી ધોરણે ફેરફાર

  • April 11, 2025 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન પુનર્વિકાસના કાર્યને કારણે, રેલવે વહીવટીતંત્ર દ્વારા પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક (૨૦૯૬૮/૨૦૯૬૭)ના ટર્મિનલ સ્ટેશનને અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે  ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ પોરબંદરથી દર મંગળવારે ચાલતી ગાડી નંબર ૨૦૯૬૮ પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ સાપ્તાહિક ૧૫-૦૪ થી આગામી આદેશો સુધી પોરબંદરથી ચાલીને ઉમદાનગર સ્ટેશન સુધી જશે.  દર બુધવારે સિકંદરાબાદથી ચાલતી ગાડી નંબર ૨૦૯૬૭ સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ૧૬-૦૪ થી આગળના આદેશો સુધી સિકંદરાબાદને બદલે ઉમદાનગર સ્ટેશનથી ચાલશે. આમ આ ગાડી ઉમદાનગર સ્ટેશનથી પોરબંદર સ્ટેશન સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ટ્રેન બંને દિશામાં કાચીગુડા સ્ટેશન પર પણ ઉભી રહેશે. ૧૫-૦૪ થી ચાલવા વાળી ગાડી નંબર ૨૦૯૬૮નું સિકંદરાબાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૦૭.૫૫/૦૮.૧૦ કલાકે હશે, કાચીગુડા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૦૮.૨૫/૦૮.૨૭ કલાકે હશે અને ઉમદાનગર સ્ટેશને ૦૯.૦૫ કલાકે પહોંચશે.  તેવી જ રીતે ૧૬.૦૪.૨૦૨૫ થી ચાલવા વાળી ગાડી નંબર ૨૦૯૬૭ ઉમદાનગર સ્ટેશનથી ૧૪.૦૦ કલાકે ઉપડશે. તે પછી, કાચેગુડા સ્ટેશન પર તેનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૪.૩૫/૧૪.૩૭ કલાક અને સિકંદરાબાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૫.૦૦/૧૫.૧૦ કલાકનો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application