નૈઋત્યનું ચોમાસુ વહેલું બેસી ગયા પછી મુંબઈ સુધી પહોંચી ગયું હતું. નોર્ધન લિમિટ ઓફ મોનસુન લાઈન છેલ્લા એકાદ સપ્તાહથી મુંબઈ, અહલીયાનગર, અદિલાબાદ, ભવાનીપટના પૂરી અને બેલુરઘાટ વચ્ચે પડી છે. મોનસુન લાઇન આગળ વધે તેવી શક્યતા જરા પણ નથી. ઉલટાનું આગામી તારીખ 5 ને ગુરુવારથી દેશના અનેક રાજ્યોમાંથી પણ વરસાદ ગાયબ થઈ જાય તેવું લાગી રહ્યું છે.
આ તમામ રાજ્યોમાં વરસાદનું જોર નહિવત
હવામાન ખાતાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ અત્યારે પૂર્વોતરના રાજ્યો આસામ મેઘાલય મણીપુર ત્રિપુરા નાગાલેન્ડ મિઝોરમમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી સાત દિવસ સુધી હજુ અહીં વરસાદની સંભાવના છે. જમ્મુ કશ્મીર હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ તામિલનાડુ અને પોંડીચેરીમાં વરસાદ પડી રહ્યો છે. પરંતુ ગુરુવારથી જમ્મુ કશ્મીર સિવાયના આ તમામ રાજ્યોમાં વરસાદનું જોર નહિવત થઈ જાય તેવી શક્યતા છે.
હવે માછીમારીની સિઝન પણ પૂરી થઈ ગઈ
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે અને પ્રતિ કલાકના 45 થી 55 કીલોમીટર ની ઝડપે પવન ફૂંકાતો હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. જોકે હવે માછીમારીની સિઝન પણ પૂરી થઈ ગઈ છે.
લોકલ સિસ્ટમના કારણે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે
લોકલ સિસ્ટમના કારણે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આણંદ જિલ્લાના પેટલાદ ખંભાત તારાપુર સોજીત્રામાં સવાથી સવા બે ઇંચ વરસાદ પડ્યો છે. ખેડા જિલ્લાના મહેમદાબાદમાં દોઢ ગાંધીનગરના દહેગામમાં સવા નવસારી જિલ્લાના ચીખલીમાં સવા ખેડા જિલ્લાના વસોમા સવા અને માતરમાં એક ઇંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં સામાન્ય ઝાપટું પડ્યું છે અને એક મિલીમીટર વરસાદ નોંધાયો છે.
આજે સવારે વલસાડ સાબરકાંઠા પંચમહાલ નવસારી વડોદરા સહિત રાજ્યના અમુક વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા હતા. ગરમી અને ભેજનું પ્રમાણ પણ વધુ હોવાથી લોકો બફારો અને ઉકળાટ સહન કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech