જિલ્લામાં ફાયર સેફ્ટીને લઈને સાવચેતીના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વેરાવળ ખાતે આવેલ સાંચી સિનેમામાં ફાયર સેફ્ટી બાબતેનાં નિયમોનું પાલન ન તું હોવાનું તા ઘણાં લાંબા સમયી સિનેમા લાયસન્સ રિન્યૂ ન કર્યા હોવાનું ધ્યાને આવતા તા.૧૭-૦૫ના રોજ કારણદર્શક નોટિસ આપવામાં આવેલ તેમ છતાં ફાયર સેફ્ટીનું એન.ઓ.સી. રિન્યૂ ન કરાવતા, સિનેમા લાઇસન્સ સસ્પેન્ડ કરી અને સીલ કરવામાં આવ્યું છે. અત્રેી ઉલ્લ ેખનીય છે કે ગત તા.૨૦-૦૫નાં રોજ કોડીનાર ખાતે આવેલ ન્યુ એરા સિનેમાઘર ખાતે ફાયર સેફટીનાં સાધનોની ત્રુટિ ધ્યાને આવતા તે સિનેમાઘર તાત્કાલિક અસરી સીલ કરવામાં આવેલ હતું. વધુમાં, તપાસ દરમ્યાન ફોનિક્સ સિનેમા વેરાવળમાં પણ ફાયર સિસ્ટમ બાબતેની ત્રુટી ધ્યાને આવતાં, આ સિનેમાનું લાઇસન્સ સસ્પેન્ડ કરી અને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ ઉપરાંત, વેરાવળ શહેર અને ગીર સોમનાજિલ્લાની તમામ હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ-૨૦૧૬ના માપદંડો મુજબ બાયોમેડિકલ વેસ્ટની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે કેમ? તેમજ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ મેસર્સ એક્ટ-૨૦૧૩ અને રૂલ્સ-૨૦૨૧ની જોગવાઈ અનુસાર હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટી માટેના જરૂરી માન્યતા ધરાવતા સાધનો અને ઉપકરણો રાખવામાં આવે છે કે કેમ ? અને બાયોમેડિકલ વેસ્ટ અને ફાયર સેફ્ટી સબંધિત તમામ પાસાઓની ઝીણવટપૂર્વક તપાસણી કરવા સિવિલ હોસ્પિટલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી, મામલતદાર કચેરી અને ફાયર સેફ્ટી વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરવા તા.૨૪-૦૫ના રોજ હુકમ કરવામાં આવેલ જેની તપાસની કામગીરી હાલ કાર્યરત છે. જિલ્લામાં આવેલ તમામ કોચિંગ ક્લાસિસ, રિસોર્ટ, હંગામી સ્ટ્રક્ચર અને આનંદ મેળા, ગેમ ઝોન, ગેસ્ટ હાઉસ, હોસ્પિટલ વગેરે તમામ જાહેર સ્ળો ખાતે લોકોની સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પાસાઓને ધ્યાને લઈને સઘન તપાસ હા ધરવાની કામગીરી યુદ્ધનાં ધોરણે પૂર્ણ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે. વિશેષમાં, ઉલ્લ ેખનીય છે કે, જિલ્લ ામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમના મંદિર અને મંદિર ટ્રસ્ટના અતિગિૃહો જેવા સ્ળો કે જ્યાં, બહોળી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય તેવાં સ્ળોએ નાગરિકોની સલામતીને ધ્યાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ વિભાગ અને સ્ટેશન ફાયર ઓફિસરોની વિવિધ ટીમો બનાવીને યાત્રિકોની સુરક્ષા માટેનાં તમામ પાસાઓની ચકાસણી હા ધરવામાં આવેલ છે. આગામી દિવસોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત તા હોય તેવી કોઈપણ જગ્યાએ લોકોની સલામતી અને સુરક્ષા સબંધિત કોઈપણ પ્રકારની બાંધછોડ કરનાર વિરુદ્ધ સખત પગલાં લેવા બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech