યુપીના બલિયા જિલ્લામાં એક પરિવાર એવો છે જે આંખની વિચિત્ર બીમારીથી પીડિત છે. આઠ સભ્યોના આ પરિવારમાં દિવસ દરમિયાન ચાર લોકો જોવામાં અસમર્થ હોય છે અને સાંજે બે સભ્યોને જોવામાં તકલીફ પડે છે. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાનું એક ગામ ચર્ચામાં છે. પીડિતોને ઘણી જગ્યાએ સારવાર મળી, પરંતુ સમસ્યા હજુ પણ યથાવત છે. એક જ પરિવારના છ લોકો આંખની વિચિત્ર બિમારીથી પીડિત છે.
ટકરસન ગામ બલિયાના હનુમાનગજં બ્લોકમાં આવે છે. આ ગામમાં દલિત રામ પ્રવેશ તેના પરિવાર સાથે રહે છે. ઘરમાં પત્ની સિવાય ૬ પુત્રો છે, કુલ આઠ લોકોનો પરિવાર છે. તે આર્થિક રીતે ખૂબ જ નબળા છે અને સખત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ ગરીબીમાં પરિવારના ૬ સભ્યો આંખની વિચિત્ર બિમારીથી પીડિત છે. પરિવારના જણાવ્યા અનુસાર, રામ પ્રવેશના પુત્રો હરી, રામુ, ભાનુ અને જયરામ દિવસ દરમિયાન દેખાતા નથી. યારે રામુની પત્ની સુનીતા દેવી રાતના પ્રકાશમાં પણ જોઈ શકતી નથી. રામ પ્રવેશના પરિવારના અન્ય એક સભ્યને પણ આવી જ સમસ્યા છે. પીડિતોએ બલિયા સહિત નેપાળ અને બિહાર (છપરા)માં ઘણી જગ્યાએ માહિતી બતાવી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં.
આ રોગ વિશે, ગાઝીપુરની મહર્ષિ વિશ્વામિત્ર મેડિકલ કોલેજના આખં વિભાગમાં કામ કરતા ડો. સ્નેહા સિંહે જણાવ્યું કે બલિયાના પરિવારને મેકયુલર ડિજનરેશન અથવા મેકયુલર સંબંધિત બીમારીને કારણે આંખની દ્રષ્ટ્રિની સમસ્યા થઈ શકે છે. આ એક રોગ છે જે રેટિનાના મધ્ય ભાગને નુકસાન પહોંચાડે છે. આ વ્યકિતની દ્રષ્ટ્રિને અવરોધે છે. જો કે, બલિયાના પરિવારને આ સમસ્યા શા માટે છે? તબીબી કારણો તપાસ બાદ જ જાણી શકાશે. પ્રારંભિક તબક્કામાં સારવાર દ્રારા આ રોગને ઠીક કરી શકાય છે. આનુવંશિક કારણોસર થતા રોગોમાં સારવારથી દર્દીને વધુ ફાયદો થતો નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech