મોડી રાત્રે ભાવનગર શહેરમાં ૫૮ કિ.મી.ની ઝડપે પુન: મીની વાવાઝોડુ ફૂંકાયું હતું.આથી શહેરના અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ થઈ હતી. વીજતંત્રની લાપરવાહીથી લોકોમાં પ્રચંડ રોષ ફેલાયો હતો.હિલડ્રાઇવ વીજ સબ સ્ટેશનમાં લોકોના ટોળાએ હલ્લાબોલ કર્યો હતો.મીની વાવાઝોડાના કારણે કેટલાક વૃક્ષો પડ્યા હતા.હજુ આગામી ૧૧ મે સુધી ભારે પવન સાથે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ભાવનગર શહેરમાં સોમવારે સાંજે મીની વાવાઝોડાની સાથે એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.વીજ કડાકા ભડાકાની સાથે ધોધમાર વરસાદ કરા સાથે પડ્યો હતો.આથી શહેરના અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ થઈ હતી.અનેક વૃક્ષો પડ્યા હતા.ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.આથી લોકો અને વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી.
મોડી સાંજે માંડ પવન અને વરસાદ શાંત પડયા અને વીજળી પુરવઠો અવારનવાર ગુલ થયા પછી ઠેકાણે પડ્યો હતો.ત્યાં નગરજનો પર મોડી રાત્રે મીની વાવાઝોડાની આફત સર્જાઈ હતી.પુન: શહેરના અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ થઈ હતી.
મોડી રાત્રે સવા બાર વાગ્યાના સુમારે શહેરમાં ૫૮ કિ.મી.ની ઝડપે પુન: મીની વાવાઝોડુ ફૂંકાયું હતું. આથી શહેરના અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ થઈ હતી.સખ્ત બફારાના કારણે લોકો ભારે પરેશાન થયા હતા.નાના બાળકો, વૃદ્ધો, બીમારો માટે સ્થિતિ અસહનીય અને દયનીય બની હતી. વીજ કચેરીના લેન્ડલાઈન ફોન નીચે મૂકી દેવાયા હતા.મોબાઈલ ફોન પણ ઉપાડવાની વીજ કર્મચારીઓ કે અધિકારીઓએ તસ્દી લીધી ન હતી.
આથી સાંજે અને રાત્રે કલાકો સુધી વીજળી ગુલ થતાં અને વીજતંત્રની લાપરવાહીથી લોકોમાં પ્રચંડ રોષ ફેલાયો હતો. મોડી રાત્રે હિલડ્રાઇવ વીજ સબ સ્ટેશનમાં લોકોના ટોળાએ હલ્લાબોલ કર્યો હતો.ત્યારબાદ વહેલી સવારે માંડ વીજ પુરવઠો યથાવત થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોર્ડની પૂરક પરીક્ષાની તૈયારી શરૂ: ધો.૧૨માં ઓનલાઈન ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
May 19, 2025 10:59 AMજામનગર શહેરમાં ઉનાળાની સીઝનને અનુલક્ષીને ફૂડ શાખા સક્રિય બની :વ્યાપક સ્થળે ચેકિંગ
May 19, 2025 10:55 AMદ્વારકા નજીક અકસ્માતે બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ
May 19, 2025 10:52 AMખંભાળિયાના ચેક પરત કેસમાં આરોપીને કેદની સજા
May 19, 2025 10:50 AMખંભાળિયા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરાશે
May 19, 2025 10:48 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech