બોર્ડની પૂરક પરીક્ષાની તૈયારી શરૂ: ધો.૧૨માં ઓનલાઈન ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ

  • May 19, 2025 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવાયેલી ધોરણ ૧૨ વિજ્ઞાન અને સામાન્ય સહિત પ્રવાહની ઉપરાંત ધોરણ ૧૦ની પરીક્ષામાં ગેરહાજર રહેલા અને નાપાસ થયેલા ઉપરાંત પરિણામ સુધારવા ફરી પરીક્ષા આપવા ઇચ્છુક વિધાર્થીઓની પૂરક પરીક્ષાની તૈયારી શ કરાઇ છે. ધોરણ ૧૨ના તમામ પ્રવાહના વિધાર્થીઓ માટે ઓનલાઇન અરજી કરવા તારીખ ૧૯મી મે આજે છેલ્લો દિવસ નિયત છે. યારે ધોરણ ૧૦ માટે તારીખ ૨૦મી સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. પૂરક પરીક્ષા આપવા માગતા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના વિધાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા વિભાગના નાયબ નિયામકના જણાવ્યા પ્રમાણે પૂરક પરીક્ષા આપવા સંબંધમાં ઓનલાઇન આવેદન કરવા માટેની અને ફી ભરવા માટેની સુચનાઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org અને https://hscscipurakreg.gseb.org  મુકવામાં આવેલી છે. પૂરક પરીક્ષા માટે વિધાર્થીના આવેદનની સમગ્ર પ્રક્રિયા શાળાઓએ ઓનલાઇન કરવાની રહેશે.
વધુમાં સ્પષ્ટ્ર જણાવવામાં આવ્યું છે, કે બ અથવા ટપાલ મારફત અરજી સ્વિકારવાની કોઇ પદ્ધતિ અમલમાં રાખવામાં આવી નહીં હોવાથી વિધાર્થીઓની યાદી પણ બોર્ડને મોકલવાની રહેતી નથી. ધોરણ ૧૨ના તમામ પ્રવાહના વિધાર્થીઓ માટે તારીખ ૧૯મીએ સાંજે ૫ વાગ્યા સુધીમાં ઓનલાઇન અરજી કરી દેવા પણ જણાવવામાં આવ્યું છે. યારે ધોરણ ૧૦ માટે તારીખ ૨૦મી મેના સાંજે ૫ વાગ્યા સુધી પૂરક પરીક્ષાની ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવનાર છે

ધોરણ ૧૦માં સ્ટાન્ડર્ડ ગણિતના બદલે બેઝિક ગણિત લઇ શકાશે

બોર્ડની મેઇન પરીક્ષામાં નાપાસ કે ગેરહાજર વિધાર્થીએ સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યુ હોય તેવા વિધાર્થીઓ પૂરક પરીક્ષામાં બેઝિક ગણિતની પસંદગી પણ કરી શકશે. ઉપરાંત મેઇન પરીક્ષામાં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિધાર્થીઓ પૂરક પરીક્ષામાં જે તે શાળામાંથી પૃથક ઉમેદવાર સાથે સ્ટાન્ડર્ડ ગણિત વિષયની પસંદગી પણ કરી શકે તેવી જોગવાઇ કરવામાં આવી છે. દરેક ધોરણમાં પૂરક પરીક્ષા માટે કન્યા અને દિવ્યાંગ વિધાર્થીને પરીક્ષા ફી ભરવાથી મુકિત અપાઇ છે. પરંતુ ઓનલાઇન આવેદન કરવું ફરજિયાત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application