તાજેતરમાં જ વેબ સિરીઝ 'ખાકી: ધ બેંગાલ ચેપ્ટર'નું ટ્રેલર રિલીઝ થયું હતું. જેને ઓડિયન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. નીરજ પાંડેની આ વેબ સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ છે. આ વેબ સિરીઝથી સૌરવ ગાંગુલી એક્ટિંગની દુનિયામાં ડેબ્યૂ કરી રહ્યા છે. નેટફ્લિક્સે એક વીડિયો શેર કર્યો છે જેમાં સૌરવ ગાંગુલી પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળી રહ્યા છે. આ મચ અવેટેડ સિરીઝને દેબાત્મા મંડલ અને તુષાર કાંતિ રે દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ક્રાઇમ થ્રિલર સિરીઝ 20 માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. રિલીઝ ડેટની જાહેરાત કરતા નેટફ્લિક્સે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું, “ધ બેંગાળ ટાઇગર મીટ ધ બેંગાળ ચેપ્ટર. 'ખાકી: ધ બેંગાલ ચેપ્ટર' 20 માર્ચે રિલીઝ થશે, ફક્ત નેટફ્લિક્સ પર.”
વીડિયોની શરૂઆતમાં, ડિરેક્ટર કોલકાતાના રાજકુમાર સૌરવ ગાંગુલીને એક પ્રામાણિક અને એન્ગ્રી પોલીસ ઓફિસરના રોલમાં આપવા માટે કહે છે. સૌરવ ફરીથી પોલીસ યુનિફોર્મમાં જોવા મળે છે.
સૌરવ ગાંગુલી ગુંડાઓને મારવામાં પણ તેમની બેટિંગ અને સ્ટ્રોકના નામ આપીને વાત કરે છે. આ હાઈ-ઓક્ટેન વીડિયોમાં દાદા તેમના પોલીસ ઓફિસર વાળા લુકમાં જોવા મળે છે. જેમાં તે પોતાનો આક્રમક ગુસ્સાને દેખાડતા એક ભૂતપૂર્વ કોચને યાદ કરે છે.
ઓટીટી પ્લેના રિપોર્ટ મુજબ 'ખાકી: ધ બેંગાલ ચેપ્ટર' વિશે, સૌરવ ગાંગુલીએ એક નિવેદનમાં કહ્યું કે 'ખાકી' ફ્રેન્ચાઇઝી નિઃશંકપણે તેમની પસંદીદામાંથી એક છે. આ સિરીઝમાં શાશ્વત ચેટર્જી, ઋત્વિક ભૌમિક, આદિલ ઝફર ખાન, પૂજા ચોપરા, આકાંક્ષા સિંહ, મિમોહ ચક્રવર્તી અને શ્રદ્ધા દાસ છે.
હિન્દી અને બંગાળીમાં રિલીઝ થનારી નેટફ્લિક્સની આ પહેલી સિરીઝ છે
'ખાકી: ધ બેંગાલ ચેપ્ટર' એ નેટફ્લિક્સ પર હિન્દી અને બંગાળીમાં એકસાથે સ્ટ્રીમ થનારી પહેલી હિન્દી સિરીઝ છે. જીત મદનાની, પ્રોસેનજીત ચેટર્જી, પરમબ્રત ચેટર્જી અને ચિત્રાંગદા સિંહ લીડ રોલમાં જોવા મળશે. આ સિરીઝ 'ખાકી: ધ બિહાર ચેપ્ટર' ની સ્ટેન્ડઅલોન સિક્વલ છે. કોલકાતામાં સેટ કરેલી આ રસપ્રદ વાર્તાને નીરજ પાંડે દ્વારા બનાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીજીવીસીએલમાં ખાતાકીય સેમી ડાયરેકટ ભરતીની 23મીએ યોજાનારી પરીક્ષા મોકૂફ
March 18, 2025 02:49 PMએવીએન બીમારીની સારવારના ૨.૬૩ લાખ ૬ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ
March 18, 2025 02:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech