દ્વારકામાં રૂ. 17 કરોડમાં હોટલનો અડધો હિસ્સો વેંચાયો, કાળાનાણાંની હેરફેરની આશંકા: જાણીતા ત્રણ શખ્સોએ વધતી-ઓછી ભાગીદારી કરી હોટલના અડધા માલિક બન્યા
યાત્રાધામ દ્વારકામાં વડાપ્રધાની મુલાકાત પછી અને આગામી સમયમાં થનારા વિકાસકાર્યોના પગલે જમીનના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ત્યારે રીઅલ એસ્ટેટમાં તેજીનો લાભ લેવા અમુક શખ્સો મેદાનમાં ઉતર્યા છે. આ સ્થિતિમાં કિર્તી સ્તંભ નજીક એક જાણીતી હોટલના અડધા ભાગનો સોદો અધધધ 17 કરોડમાં થયો હોવાની ચર્ચાએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
હોટલ વ્યવસયાના અતરંગ સૂત્રોના જણાવ્યાનુસાર અને નગરમાં થતી ચર્ચા અનુસાર આ હોટલનો અડધો હિસ્સો એટલે કે 50 ટકા ભાગ રૂ.17 કરોડમાં વેંચાયો છે. જેમાં રૂ.9 કરોડની જમીન, 5 કરોડ વ્યાજે તથા બાકીની લોન ચૂકવવાની જવાબદારીનો સમાવેશ થાય છે. યાત્રાધામ દ્વારકામાં હોટલની અડધી ભાગીદારીનો સોદો આટલી મોટી રકમમાં થાય એ વાત માનવામાં ન આવી શકે. ત્યારે આ સોદામાં કાળાનાણાંની હેરફેરની પ્રબળ આશંકા છે. ત્યારે આવકવેરા, એન્ફોર્સમેન્ટ, જીએસટી સહિતના સરકારી વિભાગો આ મુદ્દે તપાસ કરી પગલાં લે તો મસમોટું કૌભાંડ ખૂલવાની શક્યતા પણ નકારી શકાતી નથી. આ સોદામાં દ્વારકામાં તેલિયા રાજા તરીકે જાણીતો શખ્સ 20 ટકા, વિરાટ અસ્તિત્વ ધરાવતો વામન 20 ટકા અને એક સંસ્થાનો પ્રમુખ 10 ટકા ભાગીદાર હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યંુ છે.
અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ અનેક જમીનના સોદામાં તથા વેપાર-ધંધામાં આ શખ્સોએ અવનવા કિમિયા અજમાવી કાળાનાણાંને સફેદ કરી સરકારી તંત્રને મસમોટો ચૂનો ચોપડયો છે. આમ છતાં એકપણ સરકારી તંત્ર આ શખ્સો સામે કોઇ કાર્યવાહી ન કરતા સંબધિત સરકારી વિભાગોના અધિકારીઓને પણ નાણાંરૂપી મસમોટી મલાઇ મળતી હોય તે વાત નકારી શકાય નહીં. આથી જ દ્રારકામાં આ પ્રકારની સ્થિતિ પ્રર્વતતા જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech