ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપરલા ગામે રહેતા યુવાન પર છ શખ્સોએ હુમલો.કરાતા ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ઘોઘાના પીપરલા થાળા ગામે જમીન લીધેલી હોય આ જમીન પર આ જ ગામે રહેતા શખ્સોને ભાગવું રાખતા હોય યુવાને ભાગવું રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા છ શખ્સે લાકડાના ધોકા વતી મારવા દોડી ગાળો આપી જમીન પર બનાવવામાં આવેલી તાર ફેન્સીંગને નુકસાન કરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવની મળતી માહિતી અનુસાર ઘોઘા તાલુકાના પીપરલા ગામે રહેતા ભરતભાઈ પોપટભાઈ પટેલે ઘોઘા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ભરતભાઈ તથા ફરીના ઉપરોક્ત ભાગીદારોએ મળીને પીપરલા થાળા ગામે જમીન લીધેલી હતી. આ જમીનમાં વિજય ઓઘાભાઈ મકવાણા, શંભુ ઓઘાભાઈ મકવાણા, દિનેશ હરજીભાઈ મકવાણા, લાલા ઓઘાભાઈ મક્વાણા, પ્રવિણ વલ્લભભાઈ બારૈયા, નાનુ વલ્લભાભાઈ બારૈયા ભાગવુ રાખતા હોય અને ભરતભાઈએ તેમને ભાગવું રાખવાની ના પાડતા ઉપરોક્ત શખ્સોને ગમતુ ન હોય તેની દાઝ રાખી ભરતભાઈની માલીકીની જગ્યામા મંજુરી વગર ગેરકાયદેસર પ્રવેશ કરી ભરતભાઈ તથા તેના ભાગીદારને ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારવાની કોશીશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભરતભાઈની માલીકીની જમીનમા કરેલ તાર ફેન્સીંગ તેમજ સી.સી.ટી.વી ના વાયરીંગ તોડી નાખી અંદાજે ૫૦,૦૦૦ રૂપીયાનુ નુકશાન કર્યુ હોવાની ફરિયાદ ભરતભાઈએ ઘોઘા પોલીસ મથકમાં છ શખ્સ વિરૂધ્ધ નોંધાવતા આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭, ૪૪૭, ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech