ભાવનગરની મેડિકલ કોલેજમાં શિક્ષણને કલંકીત કરતી રેગીંગની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં 3 જુનિયર વિદ્યાર્થીનું અપહરણ કરી 8 સિનિયર વિદ્યાર્થીએ અપહરણ કરી ઢોર માર મારતા હોસ્પિટલ ખસેડાયા છે. તેમજ રેગીંગ કરનાર આઠેય સિનિયર વિદ્યાર્થીએ આ ત્રણેય વિદ્યાર્થીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરના ડીન સુશીલ ઝાએ જણાવ્યું હતું કે, શરમજનક વાત છે પણ અમે આનું ઇન્વેસ્ટિગ કરીશું ત્યારે જ ખબર પડશે.
ત્રણેય જુનિયર વિદ્યાર્થીઓને કારમાં બેસાડી અપહરણ કર્યું
આરોપી સિનિયર વિદ્યાર્થીઓએ ત્રણેય જુનિયર વિદ્યાર્થીઓને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેમની સાથે શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આરોપીઓએ પીડિત વિદ્યાર્થીઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. પીડિત જુનિયર ડોક્ટરોએ સિનિયર્સ ડોક્ટર બલભદ્રસિંહ ગોહિલ, ડો. મિલન કાક્લોતર, ડો. નરેશ ચૌધરી, ડો મન પટેલ, ડો. પીયૂશ ચૌહાણ અને બે અજાણ્યા ઈસમો જે.ડી. અને કાનો દ્વારા રેગીંગ કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
સત્યતા હોય તે પ્રમાણે એક્શન લેવામાં આવશે
ગંભીર ઈજાઓને કારણે ત્રણેય પીડિત વિદ્યાર્થીઓને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિત વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજના ડીનને લેખિત ફરિયાદ કરી ન્યાયની માગ કરી છે. જોકે, હાલમાં, પોલીસ હોસ્પિટલ પહોંચી છે અને અરજીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ મેડિકલ કોલેજના વાતાવરણમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. રેગીંગ જેવી ગંભીર સમસ્યા સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. મેડિકલ કોલેજના ડીન સુશીલ ઝાએ જણાવ્યું હતું કે, આજરોજ રેગિંગ કમિટીની બેઠક મળશે અને બંને પક્ષોને સાંભળવામાં આવશે. ત્યારબાદ સત્યતા હોય તે પ્રમાણે એક્શન લેવામાં આવશે.
બધા મનફાવે તેમ અમને મારતા હતા
પીડિત ડોક્ટર રમન જોષીએ જણાવ્યું કે, એ લોકો રાત્રે 2 વાગ્યાની આસપાસ આવ્યા અને મને ખેંચીને એમના રૂમમાં લઈ ગયા. ત્યાં પહેલાંથી જ તેમના બે મિત્રો હતા. પછી મને લાફા મારવાનું શરૂ કર્યું. મારા ચશ્મા પાડી નાખ્યાં અને સતત મારવાનું શરૂ કર્યું. ત્યારબાદ અન્ય એક સિનિયર ડોક્ટર આવ્યા અને મને ઉભો કરીને માર માર્યો અને ગાળો બોલવા લાગ્યા. મને કુકડો બનવીને નીચે બેસાડી દીધો. તે બધા મનફાવે તેમ અમને મારતા હતા. અને ધમકીઓ આપી કે ભાવનગરમાં જ્યાં પણ દેખાયો ત્યાં મારવા લઈશ.
અમારી પાસે બોલી ના શકાય એવા શબ્દો અને વસ્તુઓ કરાવી
અન્ય એક પીડિત ડોક્ટર ઈશાન કોઠકે જણાવ્યું કે, 6 તારીખે રાત્રે 10:30ની આસપાસ મારા મિત્રએ મને ફોન કરીને બોલાવ્યો હતો. જ્યાં અમારા એક સિનિયર ડોક્ટર પહેલાંથી જ હાજર હતા. ત્યારબાદ અમને ગાડીમાં જબરજસ્તી બેસાડ્યા. મને ગાડીમાં જ 30 મિનિટ સુધી માર મારતા રહ્યાં. ત્યારબાદ એક સુમસામ જગ્યાએ લઈ ગયા હતા. તેઓ ગાંજો પણ પીતા હતા. અમારી પાસે ના બોલી શકાય એવા શબ્દો અને વસ્તુઓ કરાવી છે. ત્યારબાદ અમારા વીડિયો પણ બનાવ્યા હતા. અમને 10:30થી લઈ રાત્રે 2 વાગ્યા સુધી માર્યા. પછી અમને હોસ્ટેલ લઈ જઈ અમારા એક મિત્રને પણ માર માર્યો હતો. આ બધુ રાત્રે 3 વાગ્યા સુધી ચાલ્યું હતું. આમા કુલ આઠેક લોકો હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech