સરકારી કાગળોની કામગીરી અને ડોકયુમેન્ટ મેળવવા માટે વિદ્યાર્થીઓ ખૂબ હેરાન પરેશાન થાય છે અને સમયસર ડોકયુમેન્ટ મળતા નહી હોવાને લીધે તેમની કારકિર્દી ઉપર જ નહી પરંતુ જિંદગી ઉપર પણ પ્રશ્ર્નાર્થ સર્જાય છે ત્યારે ડોકટર બનવાની આશા સાથે ભાવનગર પંથકની એક યુવતીએ તમામ કાર્યવાહી કરી હતી પરંતુ ક્રિમીલીયર સર્ટીફિકેટ નીકળવામાં ત્રણ-ચાર દિવસ નીકળી જાય તેમ હોવાથી અને ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી પણ તેની વ્યવસ્થા નહી થઇ શકતા. આ કિશોરીએ ગુસ્સામાં આવીને ઘર છોડી દીધુ હતુ. તેથી ટ્રેનમાં બેસેલી આ કિશોરી પોરબંદર આવી પહોંચી હતી. જેનું કુશળ કાઉન્સેલીંગ કરીને ૧૮૧ની ટીમે પોરબંદરના સખી વનસ્ટોપ સેન્ટર ખાતે આશરો આપ્યો છે.
પોરબંદર રેલ્વે સ્ટેશન પરથી રેલ્વે પોલીસસ્ટેશનના પી.એસ.આઇ. દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર તણીની સુરક્ષાને ધ્યાને લઈ ફોન કરી જણાવેલ કે એક તણી રેલ્વે સ્ટેશન પરથી મળી આવેલ છે જેથી તણીની મદદ માટે આવો.
અભયમ ટીમ તણીની મદદ માટે પહોંચી તણી ને આશ્ર્વાશન આપેલ તેમનુ નામ -સરનામું જાણતા તેઓ ભાવનગર જીલ્લાના રહેવાસી હોય તેવું જણાવેલ.તણી ગભરાયેલ હોવાથી તેમનો ડર દૂર કરી તેમનું કુશળ કાઉન્સેલિંગ કરતા તેમને જણાવ્યું કે ‘હું સાયન્સમાં અભ્યાસ કરું છું મારે આગળ એડમિશન માટે ક્રિમીલીયર સર્ટીની જર હોય પરંતુ ક્રિમીલીયર સર્ટી નિકળવામાં ૩ થી ચાર દિવસ લાગે તેમ હોય ને મારે એડમિશનની કાલે છેલ્લી તારીખ હોય જેથી મને દુ:ખ થયુ કે મારે ડોક્ટર બનવાનું સપનું અધૂ રહી જાશે મને હવે એડમિશન નહિ મળે.આગળ તણી એ જણાવેલ કે એડમિશન લેવા જવા માટે હું મારા માતા- પિતાને વારંવાર જણાવતી કે ‘તમો મારી સાથે આવો પરંતુ તેઓએે મને જણાવ્યુ કે થોડા દિવસ પછી જાશું.’ તેઓના કારણે મારે એડમિશનમાં મોડું થતા મને ગુસ્સો આવતા હું ઘરે કોઈને કહ્યા વગર નિકળી ગયેલ અને રેલ્વે સ્ટેશન પર પહોંચી ગઈ ત્યાં પોરબંદરની ટ્રેન ઉપડતી હોય તેમાં હું બેસી ગયેલ મારે શું કરવું ? કયા જવું કયાં નહી એની કાંઈ ખબર જ ના રહી અને પોરબંદરની ટ્રેન પહેલા ઉપડવાની હોય જેથી એમાં બેસી ગયેલ ને અહિંયા પહોંચી ગયેલ.
૧૮૧ ટીમ દ્વારા તણીને સમજાવતી સાંત્વના આપી. તેમના માતા - પિતા ના નંબર વિશે પુછતા તેમને તેમના માતાના નંબર આપતા તેમની સાથે વાત કરતા તેમને જણાવેલ કે,‘મારી પુત્રીને આજે એડમિશનનું ના થયુ એટલા માટે તે બપોરના ૨:૦૦ની આસપાસ ઘરેથી નિકળી ગયેલ અમોને કહ્યા વગર જેથી અમો તેમને ઘરે ના જોતા અમને એવું થયુ કે તે તેમની ફ્રેન્ડના ઘરે ગઇ હશે એટલે આવી જશે.’ તણી ને તેમના માતા સાથે ફોન પર વાત કરાવેલ તણી સાંજ પડતા ઘરે ના પહોંચતા તેમના માતા -પિતા ચિંતિત થઇ ગયેલા હોવાથી ૧૮૧ ટીમ દ્વારા તેમના માતાને સમજાવેલ કે ‘તેમની પુત્રી અમારી ટીમ સાથે સુરક્ષિત છે’ જેથી તેમને જણાવેલ કે અમો ભાવનગર જિલ્લામાં રહીએ છીએ અમો તેમને લેવા માટે ના આવે ત્યાં સુધી તમારી પાસે જ રાખજો જેથી તેમના માતા ને જણાવેલ કે, ‘તમો ચિંતા ના કરો તમો તમારી પુત્રી ને લેવા માટે ના આવો ત્યાં સુધી અમો તેમને સુરક્ષિત જગ્યા પર જ રાખીશું.’ તણીની સુરક્ષા ને ધ્યાને લઈને તણીને તેના માતા- પિતા લેવા માટે ના આવે ત્યાં સુધી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવેલ.
રેલ્વે પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ ૧૮૧ અભયમ ટીમ દ્વારા ઘરેથી નિકળી ગયેલ તણીની સહાયક બની ને તેમના ફેમિલી નો કોન્ટેક્ટ કરી ને હાલ આશ્રય માટે ઓ.એસ.સી.માં સુરક્ષિત આશ્રય અપાવેલ. આ કામગીરી ૧૮૧ સ્ટાફ- કાઉન્સેલર- મીરા માવદિયા અને કોન્સ્ટેબલ- સેજલબેન પંપાણીયા દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech