કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર-હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીના સાયકો ટેસ્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સીબીઆઈએ ધરપકડ કરાયેલા આરોપી સિવિક પોલીસ વોલેન્ટિયર સંજય રાયની માનસિક સ્થિતિ તપાસવા માટે તેની સાયકો એનાલિટીકલ પ્રોફાઈલ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો હતો.
કોલકાતાની આરજી કાર મેડિકલ હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે નિર્દયતાના કેસમાં ધરપકડ કરાયેલા એકમાત્ર આરોપી સિવિક પોલીસ સ્વયંસેવક સંજય રાયના સાયકો ટેસ્ટમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. નોંધનીય છે કે આરોપીની માનસિક સ્થિતિની તપાસ માટે સીબીઆઈ દ્વારા તેની સાયકો એનાલીટીક પ્રોફાઇલની તપાસ કરવામાં આવી હતી.
સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સંજય રાય પશુવૃત્તિ ધરાવતો વ્યક્તિ છે અને તે જાતીય વિકૃત પણ છે, જો કે તે એક સામાન્ય વ્યક્તિ દેખાય છે. સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુનાના સ્થળે સંજય રાયની હાજરી તકનીકી અને વૈજ્ઞાનિક પુરાવાઓ દ્વારા પુષ્ટિ મળી છે, પરંતુ તેઓ ડીએનએ પરીક્ષણોના પરિણામોની રાહ જોઈ રહ્યા છે.
અગાઉ, પોલીસે કહ્યું હતું કે પીડિતાના નખ અંદર મળી આવેલા લોહી અને ચામડીના નિશાન સંજય રાયના હાથ પરની ઇજાઓ સાથે મેળ ખાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech