બાળકો અને કિશોરો સામે સેકસટોર્શનના ગુનાઓ સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપી દરે વધી રહ્યો છે. ઘણા અહેવાલો દર્શાવે છે કે ડિજિટલ વિશ્વમાં, વર્ષ ૨૦૨૪ માં કિશોરો માટે આ સૌથી મોટો પડકાર બનીને રહેશે. અહેવાલો અનુસાર, ડિજિટલાઇઝેશનના આ યુગમાં, બાળકો અને કિશોરો ડિજિટલ શિકારીઓનો આસાન શિકાર બની રહ્યા છે.
બાળકો અને કિશોરો સામે સેકસટોર્શનનો ગુનો સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપી દરે વધી રહ્યો છે. ઘણા અહેવાલો દર્શાવે છે કે ડિજિટલ વિશ્વમાં, વર્ષ ૨૦૨૪ માં કિશોરો માટે આ સૌથી મોટો પડકાર બનીને ઉભરી રહ્યો છે. નેટવર્ક ઈન્ફોસીસ રીસર્ચ ઇન્સ્ટીટુટ (એનસીઆરઆઈ)ના તાજેતરના અહેવાલ મુજબ, ફાઈનાન્સીયલ સેકસટોર્શનનો સાયબર ક્રાઈમ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સૌથી ઝડપથી વધતો ગુનો છે. રિપોર્ટ અનુસાર આ મોટા ભાગના ગુનાઓ આફ્રિકાથી ઓપરેટ કરવામાં આવી રહ્યા છે.
વૈશ્વિક સાયબર સિકયોરિટી ફર્મ કેસ્પરસ્કીએ ભારતને લઈને આવી જ ચેતવણી આપી છે. કંપનીએ કહ્યું છે કે એશિયા–પેસિફિક ક્ષેત્રમાં ઝડપથી વધી રહેલા ડિજિટલાઇઝેશન અને ભૌગોલિક રાજકીય તણાવના યુગમાં ભારત સહિત દક્ષિણ એશિયામાં સાયબર ક્રાઇમ ઝડપથી વધવાની સંભાવના છે. કંપનીએ ખાસ કરીને સેકસટોર્શન, નકલી ડિજિટલ લોન, ડેટા ચોરી, ફિશિંગ, જોબ સ્કેમ જેવા ગુનાઓમાં વધારો થવાની ચેતવણી આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર, વધતા ઓનલાઈન પેમેન્ટ અને એઆઈના ઉપયોગથી સાયબર ક્રાઈમમાં પણ વધારો થવાની ખાતરી છે.
બાળકો અને કિશોરો સેકસટોર્શનનો મુખ્ય શિકાર છે: એફબીઆઈ અમેરિકાની ફેડરલ તપાસ એજન્સી એફબીઆઈ અનુસાર, સેકસટોર્શન એક ગુનો છે જેમાં પુખ્ત વયના લોકો બાળકો અને કિશોરોને ઓનલાઈન અશ્લીલ તસવીરો મોકલવા દબાણ કરે છે. ત્યારબાદ ગુનેગારો પીડિતાના મિત્રો અને પરિવાર સાથે આ ફોટા ઓનલાઈન અપલોડ કરવાની ધમકી આપે છે. બદલામાં તેઓ પીર–ટુ–પીઅર પેમેન્ટ એપ્સ, ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર અને ગિટ કાર્ડ દ્રારા પીડિત પાસેથી પૈસાની માંગ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech