ડોમેસ્ટિક વાયોલેન્સના કેસમાં વધુ રાહત મેળવવાની અપીલમાં સેશન્સ દ્વારા ઢીલ માફ

  • May 21, 2025 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પતિ, સાસરીયા સામેના ડોમેસ્ટિક વાયોલેન્સ કેસમાં અદાલતે આપેલી રાહતમાં વધારો મેળવવા સેશન્સ અદાલતમાં અપીલ દાખલ કરવામાં થયેલી ઢીલ માફ કરવાની અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

આ અંગેની હકીકત મુજબ, જે તે વખતે રાજકોટ અને હાલ અમદાવાદ મુકામે રહેતા પરિણીતા હંસાબહેનના લગ્ન હાલ રાજકોટ મુકામે જુના મોરબી રોડ ઉપર આવેલ અર્જુન પાર્કમાં રહેતા પ્રવિણભાઈ વાઘજીભાઈ વસાણી સાથે સને ૨૦૦૫ની સાલમાં થયા હતા અને પરિણીતા હંસાબેન પોતાના સાસરામાં રહેતા હતા. આ પછી પતિપત્ની વચ્ચે અણબનાવ થતાં પરિણીતાએ પોતાના પતિ પ્રવિણભાઈ સહિત સાસરાના સભ્યો સામે ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ મુજબની અરજી દાખલ કરી હતી. જે અરજીમાં તા. ૨૫- ૨- ૨૫ના પરણીતા હંસાબહેનની તરફેણમાં ચુકાદો આવેલ હતો, પરંતુ અરજદારને આ ચુકાદામાં અપાયેલ રાહતો ઓછી લાગતા તેને હાલના ચુકાદા સામે અપીલ કરવી હોઈ તેણે રાજકોટમાંથી એ.ડી.આર. સેન્ટરમાંથી સરકારી ખર્ચે વકીલની માંગ કરતા આ સંસ્થાના સિનિયર એડવોકેટ સમીમબેન કુરેશી વકીલ નિયુક્ત થયા હતા, તેમાં સમીમબેને ફાઈલનો અભ્યાસ કરતા અપીલ કરવામાં નિયત સમય કરતા ૨૫ દિવસની ઢીલ હોઈ અરજદારના વકીલે ઢીલ માફ કરવાની વિગતવાર કારણો સાથે અરજી રાજકોટની સેશન્સ કોર્ટમાં દાખલ કરી હતી. આ અરજીમાં પતિને નોટિસ બજતા તે હાજર થયેલ, ત્યારબાદ આ ઢીલ માફની અરજી દલીલ પર આવતા પરીણીતાના લીગલ શાખાના વકીલ સમીમબહેન કુરેશીએ ઢીલ માફની અરજી મંજુર કરવા લંબાણપૂર્વકની દલીલો કરી હતી અને તેમની આ તમામ દલીલથી સહમત થઈ અને પરિણીતાની અપીલ દાખલ કરવામાં થયેલ ઢીલ માફની અરજી અદાલતે મંજુર કરી હતી, જેથી હવે પરિણીતા પોતાની ડોમેસ્ટીક વાયોલેન્સની

અરજીમાં મળેલ રાહતમાં વધુ રાહત મેળવવાની અપીલ દાખલ કરી શકશે. ઉપરોકત કામમાં પરિણીતા વતી રાજકોટ એ.ડી.આર. સેન્ટરના સરકારી વકીલ સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application