સોમવારે ઈદની રજા બાદ આજે મંગળવારે માર્કેટ ખુલતા વેત જ સડસડાટ દોડ્યું હતું અને શેરબજાર નવી ઊંચાઈએ પહોચી ગયું છે, જેના પગલે રોકાણકારોના ચહેરા ખીલ્યા છે. મંગળવારે માર્કેટ ખુલતાની સાથે જ શેરબજારે નવી ઊંચાઈ સર કરી લીધી છે. શરૂઆતના ટ્રેડિંગમાં, સેન્સેક્સ ( સેન્સેક્સ) 200થી વધુ પોઈન્ટના વધારા સાથે 77,327ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. તે જ સમયે, નિફ્ટી50 પણ પ્રથમ વખત 23,500ની સપાટી વટાવીને 23,574ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
સવારે સેન્સેક્સ 280.77 પોઈન્ટ (0.36%)ના વધારા સાથે 77,273.55 પર અને નિફ્ટી 86.05 પોઈન્ટ (0.37%)ના વધારા સાથે 23,551.65 પર ટ્રેડ કરી રહ્યો હતો.નિફ્ટી પરના ટોપ ગેનર્સમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોટ્ર્સ , વિપ્રો અને ઓએનજીસીનો સમાવેશ થાય છે, જ્યારે મારુતિ સુઝુકી, ટીસીએસ, ડિવિસ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ અને લાઇફ ટોપ લુઝર હતા.સેક્ટોરલ ધોરણે વાત કરીએ તો, નિફ્ટી ફામર્,િ નિફ્ટી હેલ્થકેર અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર સિવાયના મોટાભાગના સેક્ટોરલ ઈન્ડાયસિસ આજે તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech