વૈશ્વિક શેરબજારોના સથવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 14 દિવસ બાદ ફરી 75000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો અને તે ૧૦૦૮ પોઈન્ટના વધારા સાથે ૭૫૧૭૭ના સ્તરે ટ્રેડ થયો હતો . નિફ્ટી 290 પોઈન્ટ ઉછળી 22752.45 પર ટ્રેડ થયો હતો. આઈટી, બેન્કિંગ, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, પાવર, રિયાલ્ટી, ટેક્નોલોજી, ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછાળા સાથે ટ્રેડ થયા હતા.
ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના રિટેલ સેલ્સના સકારાત્મક આંકડાઓએ વૈશ્વિક શેરબજારમાં સુધારાને ટેકો આપ્યો હતો. ફેડ રિઝર્વે પોતાની માર્ચ બેઠક આ મંગળવાર અને બુધવારે યોજાશે. જેમાં તે વ્યાજના દરો 4.25 -4.50 ટકાના દરે જાળવી રાખે તેવી શક્યતાઓ નિષ્ણાતો આપી રહ્યા છે. ચીનમાં પણ રિટેલ વેચાણ વધ્યા છે. પરિણામે વૈશ્વિક સ્તરે ઈકોનોમી પોઝિટિવ રહેવાનો સંકેત મળી રહ્યો છે. બીજી તરફ સ્થાનિક સ્તરે પણ સકારાત્મક પરિબળો અને ટેક્નિકલી મોટા કરેક્શન બાદ નીચા મથાળે ખરીદી વધી છે. એફઆઈઆઈની વેચવાલી સામે ડીઆઈઆઈ મજબૂતપણે બાયિંગ વેલ્યૂ વધારી રહ્યા છે.
માર્કેટ નિષ્ણાતના મતે, વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થતાં શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકાની ઈકોનોમી મજબૂત હોવાના સંકેતો, ટેરિફ મુદ્દે સમાધાનની ચર્ચાઓ તેમજ એશિયન બજારોમાં પણ મોટા કરેક્શન બાદ ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. જો કે, ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓના કારણે નજીકના ગાળામાં માર્કેટમાં વોલેટિલિટી જળવાઈ રહેશે.
માર્કેટ કેપમાં 4.58 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો
શેરબજારમાં તેજીનો ફાયદો રોકાણકારોને પણ મળી રહ્યો છે. સેન્સેક્સનું માર્કેટ કેપ 4.58 લાખ કરોડ રૂપિયા વધીને 397.38 લાખ કરોડ રૂપિયા થયું. ગઈકાલે તે ૩૯૨.૮૦ લાખ કરોડ રૂપિયા હતું. સેન્સેક્સમાં ઝોમેટો, એશિયન પેઇન્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એલટી, ટાટા મોટર્સ, સન ફાર્મા, પાવર ગ્રીડ, એનટીપીસી, એચસહિત 25 કંપનીઓના શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આજની રિકવરી પછી પણ, આ વર્ષે સેન્સેક્સ 4.47 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે અને નિફ્ટી 4.20 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુવાનનું લીવરની બીમારીથી મોત નિપજ્યાનું પોલીસમાં થયુ જાહેર
June 10, 2025 02:33 PM‘બાપુ’ના ગામ પોરબંદરમાં ‘બા’ રહ્યા !
June 10, 2025 02:32 PMમોઢવાડાની વી.જી. કારીયા હાઇસ્કૂલ બોર્ડના પરિણામમાં રહી અગ્રેસર
June 10, 2025 02:31 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech