‘બાપુ’ના ગામ પોરબંદરમાં ‘બા’ રહ્યા !

  • June 10, 2025 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર નગરમાંથી મહાનગર બન્યુ ત્યારે લોકોને જાન્યુઆરી -૨૦૨૫થી એવી આશા અપેક્ષા બંધાઇ હતી કે હવે આપણાં શહેરનો વિકાસ થશે, મોટી મોટી ગ્રાન્ટો આવશે અને મોટી-મોટી સુવિધાઓ વધશે પરંતુ છ મહિનાનું સરવૈયુ શહેરીજનો કાઢી રહયા છે ત્યારે હવે જૂન -૨૦૨૫માં એવું અનુભવી રહ્યા છે કે મોટા -મોટા વેરા સિવાય મહાનગરપાલિકાના તંત્રએ કશુ આપ્યુ નથી ! પોરબંદર જ્યારે નગરપાલિકા હતુ ત્યારે શહેરના કમલાબાગની બહાર ‘આઇ લવ પોરબંદર’નો સેલ્ફી પોઇન્ટ સાથેનો સુંદર મજાનો લાઇટીંગથી ઝળહળતો બોર્ડ મુકવામાં આવ્યો હતો અને લાખો પોરબંદરવાસીઓએ યાદગીરી‚પે પોતાની તસ્વીર એ બોર્ડની આગળ ઉભીને કલીક  કરી છે પરંતુ પોરબંદર મહાનગરપાલિકા બન્યા પછી તંત્ર સુવિધાઓ વધારવાના બદલે દુવિધા આપવામાં વધારે કુખ્યાત બન્યુ છે એ જ રીતે ‘આઇ લવ પોરબંદર’ના બોર્ડની દુર્દશા તસ્વીરમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યાં  તેના મૂળાક્ષરોમાં ‘પોરબંદર ’ શબ્દમાં અંગ્રેજી મૂળાક્ષરો ‘બી’ અને ‘એ’ એટલે કે ‘બા’  જબાકી રહ્યા છે અને તેમાં લાઇટીંગ જોવા મળે છે બાકીના અક્ષરોમાં લાઇટ થતી નથી ત્યારે પોરબંદરવાસીઓ અને ફરવા આવતા બહારના પ્રવાસીઓ એ દ્રશ્ય જોઇને એવુ કહી રહ્યા છે કે, પોરબંદર મહાનગર બન્યા બાદ સેલ્ફી પોઇન્ટવાળા લાઇટીંગ બોર્ડની લાઇટ પણ  મનપાનું તંત્ર શ‚ કરાવી શકતું નથી એ ધૂળ વિકાસ કરવાનું ? જાણે ગાંધીબાપુના ગામ પોરબંદરમાં ‘આઇ લવ પોરબંદર’ શબ્દમાંથી માત્ર ‘બા’ શબ્દ જ ઝળહળે છે તેથી આ તસ્વીર જોતા કહી શકાય કે ‘બાપુ’ના ગામ પોરબંદરમાં ‘બા’ જ બાકી રહ્યા  છે 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application