જિલ્લાના મહાનુભાવોએ કાર્યક્રમમાં આપી ખાસ હાજરી : ૧૦૦ જેટલા કોલેજના યુવાનો કાર્યક્રમમાં જોડાયા
ગુજરાત રાજય સહકારી સંઘની સહકારી શિક્ષણ યોજના અન્વયે જામનગર જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે તા.૧૨/૦૩/૨૦૨૫ના રોજ ગાર્ડી આર્ટસ એન્ડ કોમર્શ કોલેજ, ધ્રોલ મુકામે જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, જામનગર એ.એમ.સિધ્ધપરાના પ્રમુખસ્થાને યુવાનો માટે “યુવાનોની સહકારી પ્રવૃતિમાં સહભાગીદારી" વિષય ઉપર એક સેમિનાર યોજવામાં આવેલ.
કાર્યક્રમના પ્રમુખસ્થાનેથી બોલતા જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, જામનગર એ.એમ.સિધ્ધપરાએ જણાવેલ કે આંતર રાષ્ટ્રીય સહકારી સંઘ દવારા ૨૦૨૫ના વર્ષને આંતર રાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે ત્યારે ભારત સરકાર દવારા પણ આ વર્ષ દરમ્યાન જુદા જુદા સહકારી સેમિનાર, કાર્યક્રમો દ્વારા વધુને વધુ લોકો સહકારી પ્રવૃતિથી અવગત થઈ સહકારી પ્રવૃતિમાં જોડાય અને "સહકાર થી સમૃધ્ધિ'નું સુત્ર સાર્થક થાય તેવો સરકારનો અભિગમ રહેલો છે. ખાસ કરીને સહકારી પ્રવૃતિમાં યુવાનો પોતાની સહભાગીદાર બની સહકારી પ્રવૃતિમાં રસ લેતા થાય તે આજના સમયની તાતી જરૂરીયાત છે. વધુમાં તેઓએ વિવિધ પ્રકારની સહકારી પ્રવૃતિ વિશે યુવાનોને માહિતગાર કરી સહકારી પ્રવૃતિમાં જોડાવા માટે આહવાન કરેલ.
આ સેમિનારમાં ઉપસ્થિત જામનગર જિલ્લા સહકારી સંઘના મંત્રી, સહકાર ભારતીના ગુજરાત પ્રદેશ ઉપાદ્યક્ષ વશરામભાઈ ચોવટીયાએ જીલ્લા સહકારી સંઘની વિવિધ પ્રવૃતિથી યુવાનોને માહિતગાર કરી, જુદી જુદી સહકારી સંસ્થાઓ વિશેની કામીરીથી વાકેફ કરેલ. આ કાર્યક્રમમાં જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીના ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટ એચ.વી.કટારમલ સહકારના સિધ્ધાંતો વિશે વિસ્તૃત સમજણ આપી, અમુલ, ઈકકો, કીભકો વિશે માહિતી આપતા જણાવેલ કે સહકારી ક્ષેત્રે યુવાનો માટે વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો રહેલી છે.
આ સેમિનારમાં સ્વાગત પ્રવચન કોલેજના પ્રિન્સિપાલ ડો.વિજયભાઈ સોજીત્રાએ કરેલ, આભારવિધિ એકતા કોલેજના કર્મચારીઓની શરાફી સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ મેંદપરાએ કરેલ તેમજ વાઈસ પ્રિન્સિપાલ ડો.કે.વી.ડોબરીયા, ડો.ગુલાબભાઈ ગાવીત, નશુબેન ચૌધરી, સમીરભાઈ લીંબડ વિગરે અધ્યાપકોએ તેમજ ૧૦૦ જેટલા કોલેજના યુવાનો અને યુવતિઓએ હાજરી આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ્લા સહકારી સંઘના એકઝીકયુટીવ ઓફીસર પ્રજ્ઞેશભાઈ નાકરાણીએ કરેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech