વધુ સમય સુધી સ્ક્રિન ટાઈમ અને વીડિયો ગેમ માત્ર બાળકોના મગજ પર જ નથી અસર કરતી પરંતુ તેમની ભાષાના જ્ઞાનને પણ પ્રભાવિત કરે છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે, જે પરિવાર વધુ સમય સ્ક્રિનના સંપર્કમાં રહે છે, એટલે કે, મોબાઈલ, કમ્પ્યુટર અને અન્ય ઈલેકટ્રોનિક ડિવાઈનો વધુ ઉપયોગ કરે છે. તે પરિવારના બાળકોનો શબ્દકોશ નબળો થવા લાગે છે. આ સંશોધન ફ્રાંટિયર્સ ઈન ડેવેલપમેન્ટલ સાઈકોલોજી જર્નલમાં પ્રકાશિત થયું છે. શોધમાં એસ્ટોનિયાના વૈજ્ઞાનિકોએ અઢીથી ચાર વર્ષના ૪૨૧ બાળકોના માતા–પિતા અને બાળકોના સ્ક્રિન ટાઈમ અને બાળકોના ભાષા કૌશલ્ય સાથે સંકળાયેલા પ્રશ્નો પૂછયા. બાળકોની ભાશા ક્ષમતાનું મુલ્યાંકન કરવા માટે એક પ્રશ્નાવલી ભરવા માટે કહેવામાં આવ્યું. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, જે માતા–પિતા વધુ સ્ક્રિનનો ઉપયોગ કરે છે, તેમના બાળકો પણ લાંબા સમય સુધી સ્ક્રિનના સંપર્કમાં રહે છે. જેની સીધી અસર તેમની ભાષા કૌશલ્ય પર પડે છે. યારે સ્ક્રિનનો ઓછો ઉપયોગ કરતા બાળકો વ્યાકરણ અને શબ્દાવલી બંન્નેમાં વધુ સાં જ્ઞાન ધરાવતા જોવા મળ્યા. એમ પણ જાણવા મળ્યું કે, કોઈ પણ પ્રકારની સ્ક્રિનનો ઉપયોગ કરવાથી બાળકોના ભાષા પ્રભાવમાં કાંઈ સારો પ્રભાવ પડો નથી.
અધ્યયનના પ્રમુખ લેખક ડો. ટિયા તુલવિસ્ટે કહ્યું કે, મોટા બાળકો માટે ઈ–બુક વાંચવા અને એયુકેશનલ ગેમ રમવી ભાષા શિખવવાનો એક મોકો હોય શકે છે. પરંતુ વીડિયો ગેમ માટે સ્ક્રિનનો ઉપયોગ કરવા બાળકોના ભાષા કૌશલ્ય પર ઘણી નકારાત્મક અસર પાડે છે, પછી ભલે માતા–પિતા અથવા બાળકો કોઈ પણ ગેમ રમતા હોય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech