ભારત સ્કાઉટ ગાઈડ સંઘ પોતાનું ૭૫ મુ સ્થાપના વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે સમગ્ર ભારતની સાથે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવાનું છે જેના ભાગરૂપે તારીખ ૨૪ ને રવિવારના રોજ વિક્ટોરિયા પાર્ક ખાતે સવારે ૮:૩૦ થી ૦૧ દરમિયાન વન ભ્રમણ વનસ્પતિ પરિચય પક્ષી પરિચય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં દક્ષિણામૂર્તિ કુમાર મંદિર, ગિજુભાઈ કુમાર મંદિર, દક્ષિણામૂર્તિ વીનયમંદીર, ગિજુભાઈ વિનય મંદિર તેમજ રાજ્ય પુરસ્કારની તૈયારી કરતા સ્કાઉટ ગાઈડ આ કાર્યક્રમમાં જોડાયા હતા સૌપ્રથમ અજયભાઈ ભટ્ટ દ્વારા વિક્ટોરિયા પાર્કની પ્રાથમિક માહિતી આપવામાં આવી તેમજ ભ્રમણ દરમિયાન રાખવાની સાવચેતી અંગે બાળકોને જાણકારી અપાય શિબિર દરમિયાન રાજહંસ નેચરકલબના મિત્રો દ્વારા સ્કાઉટ ગાઈડને વૃક્ષ, છોડ, વેલા, ઔષધીય વૃક્ષો અને વનસ્પતિ ની ઓળખ કરાવાય તેમજ કૃષ્ણ કુંજ તળાવ ખાતે પક્ષી દર્શન અને તેની વિશેષતા અંગે વાત કરવામાં આવી આયોજકો દ્વારા અલ્પાહાર અને પ્રમાણપત્ર ભાગ લેનાર દરેકને અપાયા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રીટાબેન, યશપાલભાઈ વ્યાસ, માર્ગે મકવાણા નો સહયોગ સાપડ્યો હતોઅને કુદરતી સંપત્તિ પક્ષીઓ ઔષધીઓ વિશે માહિતી મેળવી વન ભ્રમણ ના આનંદ સાથે પર્યાવરણ જાગૃતિ અંગેની રંમતો રમ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMમેટાએ લોન્ચ કર્યું નવું AI મોડેલ
April 06, 2025 05:51 PMપંબન બ્રિજ: દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજના નિર્માણમાં કેટલો ખર્ચ થયો?
April 06, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech