ઉપલેટમાં રહેતા અને ઉપલેટા (ડુમીયાણી) આઇટીઆઇમાં અભ્યાસ કરનાર ૧૯ વર્ષના યુવાને દોઢ વર્ષ પૂર્વે ગળાફાંસો ખાઇ આપઘત કરી લીધો હતો. યુવાને આપઘાત પૂર્વે મોબાઇલમાં વીડિયો બનાવ્યો હતો.જેમાં આઇટીઆઇના તેના સર અને મેડમ તેને માનસિક ટોર્ચર કરતા હોવાથી આ પગલું ભરે છે તેવું કહી રહ્યો છે.એટલું જ નહીં આ બંનેને સજા મળવી જોઇએ તેવું પણ કહે છે.આ અંગે મૃતકના પિતાની ફરિયાદ પરથી ઉપલેટા પોલીસે આઇટીઆઇ ઉપલેટા (ડુમીયાણી) ના સર અને મેડમ સામે પોલીસે આપઘાતની ફરજ પાડવા અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ઉપલેટામાં બસ સ્ટેશન સામે વણકરવાસમાં રહેતા રાજેશભાઇ મનજીભાઇ ભાસ્કર(ઉ.વ ૪૦) નામના યુવાને ઉપલેટા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉપલેટા(ડુમીયાણી) આઇટીઆઇના મેડમ અને સરના નામ આપ્યા છે.ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને સંતાનમાં બે પુત્ર છે જેમાં મોટો પુત્ર કુલદીપ છે અને નાનો પુત્ર ધાર્મિક(ઉ.વ ૧૯) હતો.જે ડુમીયાણી આઇટીઆઇમા વાયરમેનનો કોર્ષ કરતો હતો.
છેલ્લા આઠેક માસથી ધાર્મિક આઇટીઆઇમાં અભ્યાસ કરતો હતો.ગત તા.૫/૨ ના રોજ તેણે ઘરે ઉપરના રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જે અંગેની અંતિમ વિધિ પુરી થયા બાદ પરિવારે તેનો મોબાઇલ જોતા તેણે ધાર્મિકે ગળાફાંસો ખાધા પૂર્વે વીડિયો તથા ફોટા પાડયા હતાં.જેમાં વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, હું ભાસ્કર ધાર્મિક ઉપલેટા આઇટીઆઇમાં અભ્યાસ કરૂ છું.અને મારા મેડમ અને સર માનસિક ટોર્ચર કર્યા રાખે છે વારંવાર. હું જે પણ કરૂ છુ એ મેડમ અને સરના લીધે જ લીધે કરૂ છુ એને સજા મળવી જોઇએ તેવું વીડિયોમાં કહ્યું હતું. આ પુર્વે પણ પુત્રે પરિવારને તેને આઇટીઆઇમાં મેડમ અને સર માનસિક ટોર્ચર કરતા હોવાની વાત કરી હતી.પરંતુ પુત્રને સમજાવી અભ્યાસમાં ધ્યાન આપવાનું કહી પરિવારે આ બાબતે કોઇ ફરિયાદ કરી ન હતી.અંતે યુવાને આ પગલું ભરી લીધું હતું.
પુત્રના આપઘાત બાદ તેના પિતાએ પરિવાર સાથે વિચારણા કર્યા બાદ આ અંગે અંતે ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મેડમ અને સર સામે યુવાનને મરવા મજબૂર કરવા અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ એસીએસટી સેલન ડીવાએસપી ચલાવી રહ્યા છે.
પોલીસે ફરિયાદ લેવામાં ૨૦ દિવસ સુધી ધક્કા ખવડાવ્યા
યુવાનના પિતા રાજેશભાઇ ભાસ્કરે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, તેમના પુત્રે આપઘાત કર્યા બાદ તેનો મોબાઇલ જોતા તેણે મેડમ અને સરના લીધે આપઘાત કર્યાની જાણ થઇ હતી.બાદમાં આ બાબતે ઉપલેટા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જતા પોલીસે ૨૦-૨૦ દિવસ સુધી ધક્કા ખવડાવ્યા બાદ માંડ તેમની ફરિયાદ નોંધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech