જામનગર ની સરકારી હોસ્પિટલ મા મેડિકલ બોર્ડ નાં પટાવાળા ને લાંચ કેસ મા ઝડપી લેવાયો હતો.જે કેસ મા આરોપી અશોક ધીરૂભાઈ પરમાર ની રેગ્યુલર જામીન અરજી અદાલત દ્વારા ના મંજુર કરવામાં આવી છે.
જામનગર મા ગત તા. ૭-૬-૨૦૨૪ ના રોજ જી.જી. હોસ્પીટલ મેડીકલ બોર્ડના પટાવાળા અશોક ધીરુભાઈ પરમાર ને એક શિક્ષક અરજદાર ને ફીટનેશ સર્ટીફીકેટ આપવા માટે રૂા.૨૫,૦૦૦ ની લાંચ ની રકમ સ્વિકારતાં ઝડપી લેવામાં આવ્યો હતો. જી.જી. હોસ્પીટલમાં અમરેલી એ.સી.બી.એ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી પાસેથી પંચની હાજરીમાં રૂા. ૨૫,૦૦૦ સ્વીકારેલ, પરંતુ તેને એ.સી.બી.ની ટ્રેપ નો શક જતા આ લાંચની રકમ ફરીયાદી ને પરત આપી દઈ, ફરીયાદી ના હાથમાં રખાવી, ફરીયાદીનું કાંડુ બળજબરી પુર્વક પકડી રાખી, પાવડર વાળી નોટ નળના પાણીમાં ધોવડાવી નાખી, મુદ્દાની નોટ પર લગાડવામાં આવેલ પાવડરના પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરી લાંચની રકમ ફરીયાદીને પરત આપી દીધેલ અને અગાઉ પોતે લઈ લીધેલ રૂા. ૨૦,૦૦૦ પણ પરત આપી દેશે, તેમ જણાવી બનાવ સ્થળેથી નાશી છુટીયો હતો.
આ પછી આરોપી અશોક પરમારે ધરપકડ.થી બચવા અગાઉ જામનગર ની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી મુકી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં પણ આગોતરા જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજીઓ રદ થતાં આરોપીની વિધિવત ધરપકડ કરી આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જે બાદ તેણે અત્રેની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેમાં તપાસનીશ અધિકારી ધ્વારા અદાલતમાં વિસ્તૃત સોગંદનામું કરવામાં આવ્યું હતું. તે મુજબ જીલ્લા સરકારી વકીલ જમનકુમાર ભંડેરી એ અદાલતમાં સંખ્યાબંધ મુદે ધારદાર રજુઆતો કરેલી કે, હાલના ગુનામાં સદર આરોપીનો મુખ્ય રોલ હોય, આરોપીએ ગંભીર ગુનો કરેલ હોય, આરોપી મેડીકલ બોર્ડની ફાઈલો પોતાના કબજામાં રાખી ફરીયાદી પાસે લાંચ માંગેલ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. આરોપીને જો જામીન મુકત કરવામાં આવશે તો સમાજ ઉપર વિપરીત અસર પડશે અને આરોપી પુરાવા સાથે ચેડાં કરી શકે તેમ હોય જેથી આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવા રજુઆત કરી હતી.
જે લંબાણપુર્વકની ધારદાર દલીલોના આધારે ન્યાયાધીશ વી.પી. અગ્રવાલ એ આ ચકચારી કેસમાં બંને પક્ષોને સાંભળીને આરોપી ની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech