૨૦૨૪-૨૫ના વર્ષમાં માલ પરિવહન (ગૂડ્ઝ ટ્રેન)માં દર વર્ષની જેમ આ વખતે પણ રેકોર્ડ બ્રેક આવકને કારણે રાજકોટ ડિવિઝને કુલ આવક રૂપિયા 2,453.68 કરોડ મેળવીને નવું કીર્તિમાન હાંસલ કર્યાનું ડી આર એમ અશ્વની કુમારે જણાવ્યું છે.
જે વર્ષ ૨૦૨૩-૨૪ની રૂ. ૨૨૭૬.૩૪ આવક કરતાં ૮% એટલે કે ૧૭૭.૩૪ કરોડ રૂપિયા વધારો સૂચવે છે.
2024-25ની ૨૪૫૩.૬૮ કરોડ રૂપિયાની નાણાકીય આવકમાં માલ પરિવહનમાંથી સૌથી વધુ ૨૦૨૫.૨૮ કરોડ રૂપિયા, મુસાફરોની આવકમાંથી ૩૯૮.૧૦ કરોડ રૂપિયા, પાર્સલ સહિત અન્ય સ્ત્રોતોમાંથી ૩૦.૩૧ કરોડ રૂપિયાની આવક થઈ છે. વાર્ષિક આવકની દ્રષ્ટિએ, આ રાજકોટ ડિવિઝનની અત્યાર સુધીની સૌથી વધુ વાર્ષિક આવક છે.
રાજકોટ ડિવિઝનને ૨૦૨૪-૨૫માં માલ પરિવહન થી રૂ. ૨૦૨૫.૨૮ કરોડની આવક થઈ છે, જે ગયા વર્ષ ની રૂ. ૧૮૭૧.૧૨ કરોડ કરતાં ૮.૨૪% એટલે કે રૂ. ૧૫૪.૧૬ કરોડ વધુ છે. આ રાજકોટ ડિવિઝનને માલ પરિવહનમાંથી પ્રાપ્ત થયેલ આ અત્યાર સુધીની સૌથી વધુ વાર્ષિક આવક છે. રાજકોટ રેલ્વે ડિવિઝને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૦.૮૧ મિલિયન મેટ્રિક ટન માલસામાન લોડ કર્યું છે, જેમાં મુખ્યત્વે પેટ્રોલિયમ ઉત્પાદનો, ઔદ્યોગિક મીઠું, કન્ટેનર, ખાતરો, કોલસો, એલપીજી, સોડા એશ, સિમેન્ટ, અનાજ વગેરેનો સમાવેશ થાય છે.
રાજકોટ ડિવિઝનને ૨૦૨૪-૨૫માં મુસાફરોની આવકમાં રૂ. ૩૯૮.૧૦ કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે ગયા વર્ષના રૂ. ૩૭૪.૧૨ કરોડ હતી, જે ગયા વર્ષ કરતાં ૬.૫% વધુ એટલે કે રૂ. ૨૩.૯૮ કરોડ વધુ છે. આ રાજકોટ ડિવિઝનને અત્યાર સુધી મેળવેલી મુસાફરોની આવકમાંથી સૌથી વધુ વાર્ષિક આવક છે. આ વર્ષે રાજકોટ ડિવિઝનમાંથી લગભગ ૧.૧૧ કરોડ મુસાફરોએ મુસાફરી કરી છે.
રાજકોટ ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની મહેનત અને સમર્પણથી કામ કરીને ડિવિઝનને દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવી
May 19, 2025 02:06 PMજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech