કેન્દ્ર સરકાર દ્રારા દેશના ૧૦૦ સ્માર્ટ સિટીઝ માટે સિટીઝ ૨.૦ (સિટી ઇન્વેસ્ટમેન્ટ ટુ ઇનોવેટ, ઇન્ટીગ્રેટ એન્ડ સસ્ટેઇન્ડ ૨.૦) પ્રોગ્રામ નકકી કરવામાં આવેલ તેમાં ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સબંધી પ્રોજેકટ રજૂ કરનાર ૧૦૦ સ્માર્ટ સીટી પૈકી બેસ્ટ પ્રોજેકટ તૈયાર કરવા માટે ચેલેન્જ રાઉન્ડ કરવા ૧૮ શહેરોની પસંદગી કરવામાં આવી હતી તેમાં ગુજરાતમાંથી એકમાત્ર રાજકોટના રાઇઝ પ્રોજેકટની પસંદગી થઇ હતી. આ અનુસંધાને તાજેતરમાં તા.૩થી ૫ માર્ચ દરમિયાન રાજસ્થાનના જયપુર ખાતે યોજાયેલી એશિયા પેસિફીક રિજયનની ૧૨મી રિજનલ થ્રી–આર અને સરકર્યુલર ઇકોનોમી ફોરમમાં રાજકોટ મહાનગરપાલિકા વતી મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા અને ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી દ્રારા રાજકોટનું વિઝન રજૂ કરવામાં આવ્યું હતું. રાજકોટનું વિઝન જોઇને રાજકોટ શહેરને કચરાના એકત્રીકરણ અને તેના કમ્પ્લીટ પ્રોસેસીંગ સહિતની પ્રક્રિયા થકી સમગ્ર કચરા વ્યવસ્થાપન પ્રણાલીને વધુ મજબૂત બનાવવા માટે રૂા.૧૩૫ કરોડની ગ્રાન્ટ મળશે. જયપુર ખાતેની ઉપરોકત કોન્ફરન્સમાં મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ રાજકોટમાં આગામી દિવસોમાં કચરાનું વ્યવસ્થાપન કઇ રીતે થશે તેની વિસ્તૃત વિગતો આપી હતી. ખાસ કરીને રીડયુસ, રીયુઝ અને રીસાયકલ થિયરી રજૂ કરી હતી.
ઉપરોકત કોન્ફરન્સમાં ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટર, ગુજરાત સરકાર વતી રેમ્યા મોહન, કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ તેમજ આવાસ અને શહેરી બાબતોના રાજય મંત્રી તોખાન સાહત્પ, વન પર્યાવરણ અને જળવાયુ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કાયદો અને ન્યાય મંત્રી અર્જુનલાલ મેઘવાલ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તેમજ મધ્યપ્રદેશના કેબીનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય સહિતના ઉપસ્થિત રહ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech