વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વસંધ્યાએ રૂપિયા ૪૮૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું હતું કે, નવા વિકાસ પ્રોજેકટ સૌરાષ્ટ્ર્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે.
પરમેશ્વરની પ્રસાદી સમાન પાણી માટે પુષાર્થ કરનારા ગુજરાતના સામથ્ર્યને પ્રેરણા પ બતાવી વડાપ્રધાનએ સ્પષ્ટ્ર કહ્યું કે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમના મત્રં સાથે ગુજરાત સરકારના જન ભાગદારીના આયામોથી ખેડૂતો સમૃદ્ધ થવાની સાથે પ્રવાસન વિકાસ અને રોજગારીનું પણ સર્જન થશે. વડાપ્રધાનએ અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામે ગાગડીઓ નદીને પુન:જીવીત તથા તળાવોનું નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યેા કરનાર ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીની નોંધ લીધી હતી.
વડાપ્રધાને આ સંદર્ભમાં ગુજરાતના પાણી માટેના પુષાર્થને યાદ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતે ભૂતકાળમાં પાણી માટે સંઘર્ષ કર્યેા છે, પણ આજે નર્મદા માતા ગુજરાતની પરિક્રમા કરીને ગુજરાતને સમૃદ્ધ કરી રહી છે. આ સાથે પુણ્ય અને પાણી વહેંચી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજનાના સંદર્ભમાં કહ્યું કે, ત્યારે કોઈ માનવા તૈયાર ન હતું કે આ રીતે સૌરાષ્ટ્ર્રના ડેમો નર્મદાના પાણીથી ભરાશે. આજે આ યોજના સાકાર થઈ છે અને પ્રદેશ લીલોછમ બન્યો છે, ત્યારે પવિત્ર ભાવથી કરેલો સંકલ્પ સિદ્ધ થાય છે તેનો આનદં મળે છે. વડાપ્રધાને આ તકે વરસાદના પાણીનો સંગ્રહ કરવા અને નદી ઉપર નાના–નાના તળાવો બનાવીને પાણીનો સંગ્રહ કરીને વન ડ્રોપ, મોર ક્રોપનો આપણો સંકલ્પ સિદ્ધ કરવા પણ આહવાન કયુ હતું.
વડાપ્રધાનમોદીએ ગુજરાતના વિકાસમાં અને આગવી ઓળખમાં અમરેલી જિલ્લાના સામાજિક દાયિત્વ અને સેવાના સંદર્ભમાં યોગીજી મહારાજની માંડીને ભોજા ભગત, દુલાભાયા કાગ, કવિ કલાપી, કે.લાલ, રમેશ પારેખ, સહિતના મહાનુભાવને યાદ કરીને પધ્મ સવજીભાઈ ધોળકિયા અને ગોવિંદભાઈ ધોળકિયા સહિત અમરેલી જિલ્લાના રત્નોની સામાજિક સેવાને પ્રેરણાદાયી ગણાવી હતી.
રાયમાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા ગુજરાતના રાયપાલ આચાર્ય દેવવ્રતજી મિશનમોડમાં કામ કરી રહ્યાં છે. પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અમરેલી પ્રગતિશીલ છે, એમ જણાવતાં વડાપ્રધાનએ કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની અલગ યુનિવર્સિટી હાલોલમાં શ થઈ છે અને તેની સાથે જોડાયેલી પ્રાકૃતિક કૃષિની પ્રથમ કોલેજ અમરેલીને મળી છે. અમરેલીની સહકાર ક્રાંતિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૭માં અમર ડેરીની શઆત વખતે ૨૫ ગામોમાં સહકારી સમિતિ હતી. આજે ૭૦૦થી વધુ ગામોની સહકારી સમિતિ ડેરી સાથે જોડાયેલી છે અને દરરોજ સવા લાખ લિટર દૂધ ભરાય છે.
શ્વેત તથા હરિત ક્રાંતિ સાથે આપણે સ્વીટ રિવોલ્યૂશન શ કયુ હતું. ખેતરોમાં મધ ઉત્પાદન માટેના પ્રોજેકટ થકી આજે અમરેલી જિલ્લાના ખેડૂતો ખેતરમાં મધમાખી પાલન કરીને મધ ઉત્પાદન કરીને વધારાની આવક મેળવી રહ્યાં છે. આ સાથે જ અમરેલીના મધની આગવી ઓળખ ઊભી થઈ છે.
આપણા ગુજરાતના બંદરોને દેશના અન્ય બંદરો સાથે જોડી રહ્યાં છીએ, ઉપરાંત ભારતના ઐતિહાસિક બંદરને દુનિયાના પ્રવાસનના નકશા પર મૂકવા, લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેકસ – વિશ્વ કક્ષાનું મ્યૂઝિયમ બનાવાઈ રહ્યું છે. જાફરાબાદ તથા શિયાળબેટ વિસ્તારમાં સારામાં સારી માળખાકીય સુવિધા વિકસાવવામાં આવી રહી છે.
જામનગર, મોરબી તથા રાજકોટ એક એવો ત્રિકોણ છે. જેનામાં મેન્યુફેકચરિંગ હબ બનવાની ક્ષમતા છે. આ ત્રિકોણ આજે મીની જાપાન થવાની તાકાત ધરાવે છે.
એરોસ્પેસ એન્જિનિયરિંગ ક્ષેત્રે સ્પેન ભારતમાં મોટું રોકાણ કરી રહ્યું છે, ત્યારે તેનાથી ગુજરાત તથા રાજકોટના ઉધોગોને મોટો લાભ થશે. સૌરાષ્ટ્ર્રના લઘુઉધોગોની તો પાંચેય આંગળીઓ ઘીમાં છે. તેમણે કહ્યું હતું કે, ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત એ જ આપણો સંકલ્પ છે. આજે દુનિયામાં ભારતનું ગૌરવ વધ્યું છે. દુનિયાના લોકોને ભારતના લોકોની ક્ષમતાનો પરિચય થવા લાગ્યો છે. જેમાં ગુજરાતની ભૂમિકા ખૂબ મહત્વની છે. દેશના શહેરો અને ગામડાઓમાં કેટલું સામથ્ર્ય છે, તે ગુજરાતે બતાવ્યું છે.
આ અવસરે રાયપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રિય જળશકિત મંત્રી સી.આર.પાટીલ, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, વન અને પર્યાવરણ રાય મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સર્વ પરસોત્તમભાઈ પાલા, રાયસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, રામભાઈ મોકરિયા, પૂનમબહેન માડમ, કેસરીદેવસિંહ ઝાલા, કચ્છ–મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જુનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ઈફકોના ચેરમેન દિલિપભાઈ સંઘાણી, ધારાસભ્ય સર્વ જે.વી.કાકડિયા, ડો.દર્શિતાબહેન શાહ મહાનુભાવો, પદાધિકારીઓ–અધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં
ગુજરાત વિકાસકાર્યેા થકી વિકસિત ભારતના નિર્માણમાં સહયોગી બનશે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતે પર્યાવરણ થી પ્રવાસન અને જળ થી જનશકિતના સમૂચિત સમન્વયથી અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. જેના મૂળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને દેશના વિકાસ માટેની ઝંખના છે. મુખ્યમંત્રીએ દિવાળીના પાવન દિવસોમાં સૌરાષ્ટ્ર્રની જનતાને .૪૮૦૦ કરોડના વિકાસકાર્યેાની ભેટ આપવા માટે આભારની લાગણી વ્યકત કરતાં જણાવ્યું કે, એક સમયે અભાવોનો સામનો કરતું ગુજરાત રાય આજે વડાપ્રધાનના દ્રષ્ટ્રિવતં નેતૃત્વમાં પૂરપાટ ઝડપે વિકાસ પથ પર આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે આપેલા માર્ગદર્શન થકી થયેલા પરિવર્તન વિશે વિગતવાર વાત કરતાં તેમણે જણાવ્યું કે વરસાદી પાણીના ટીપે–ટીપાનો ઉપયોગ કરતાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવા વડાપ્રધાનએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે બોરીબંધ, ખેત તલાવડી, સૌની યોજના, સુજલામ્–સુફલામ્ જેવા અભિયાનો જનભાગીદારીથી કાર્યાન્વિત કર્યા હતાં. જેના કારણે આજે ગુજરાતના ખેતરો હરિયાળીથી લહેરાઈ રહ્યાં છે. કૃષિ મહોત્સવ, સોઈલ હેલ્થકાર્ડ સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કૃષિ કલ્યાણના અભિગમના કારણે આજે ગુજરાતમાં ૧૦૫ લાખ મેટિ્રક ટન ઉત્પાદન થઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વિશ્વમાં જળવાયુ પરિવર્તનની અસરોની ગંભીરતા પારખીને તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાનએ એશિયામાં સૌ પ્રથમવાર જળવાયુ પરિવર્તનનો અલાયદો વિભાગ સ્થાપિત કર્યેા હતો. રોડ–નેટવર્ક, માળખાગત સુવિધા, ઈન્ટરનેટ કનેકિટવિટી દ્રારા પારદર્શક સુશાસનનું રોલમોડલ ગુજરાતે રજૂ કયુ છે. આમ સમગ્રતયા જળસિંચન, બિન પરંપરાગત ઉર્જાક્રોતો દ્રારા વીજઉત્પાદન થકી વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત આવા અનેક વિકાસકાર્યેા થકી વિકસિત ભારતના નિર્માણમાં પોતાનો સહયોગ આપશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech