નવરાત્રી મહોત્સવ દરમિયાન આર.એસ.એસ. દ્વારા થયું શસ્ત્ર પૂજન

  • October 12, 2024 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં નવરાત્રિ દરમિયાન આર.એસ.એસ. દ્વારા અલગ અલગ જગ્યાએ  શસ્ત્ર પૂજનના કાર્યક્રમ ગરબીઓમાં કરવામાં આવ્યા હતા.
પોરબંદરમાં નવરાત્રિ દરમિયાન શેરીએ ગલીએ અને સંસ્થાઓના ઉપક્રમે ૨૬૨ જેટલા નવરાત્રી મહોત્સવના આયોજન કરવામાં આવ્યા હતા જેમાંથી પ્રાચીન અને અર્વાચીન એવી અસંખ્ય ગરબીઓમાં આર.એસ.એસ. દ્વારા શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આર.એસ.એસ.ના સભ્યોએ દરેક ગરબીમાં જઈને શસ્ત્ર પૂજન કર્યું ત્યારે ગરબીના આયોજકો સહિત બાળાઓ અને મહિલાઓએ પણ શસ્ત્ર પૂજન દ્વારા નારી શક્તિનો મહિમા સિદ્ધ કર્યો હતો. આર.એસ.એસ. ના અગ્રણીઓએ દરેક ગરબીમાં નારી શક્તિની મિશાલને પ્રજ્વલિત કરીને શસ્ત્ર અને શાસ્ત્રનો મહિમા વર્ણવ્યો હતો. તથા આર.એસ.એસ. દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી આપી હતી. હિન્દુત્વના મુદ્દે તેઓએ વિસ્તૃત છણાવટ કરીને આપણી પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાને જાળવી રાખતી ગરબીઓ ના આયોજકોને બિરદાવ્યા હતા તેઓએ વાઘેશ્ર્વરી પ્લોટ માં આવેલા ખેતલીયા દાદા ના મંદિરે શ્રી મહાશક્તિ માલણઆઈ ગરબી મંડળ ખાતે શસ્ત્ર પૂજન કર્યું હતું ત્યારે ગરબીના આયોજક રતનશીભાઇ ગોહેલ સહિત તેમની ટીમથી માંડીને ગરબે ઘૂમવા આવેલી બાળાઓ અને મહિલાઓએ પણ શસ્ત્ર પૂજન કરીને હિન્દુત્વની ગરિમા જાળવી રાખવાનો કોલ આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application