દેશની સૌથી મોટી તપાસ એજન્સી કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (સીબીઆઈ) ૨૦૨૩માં ૭૧.૪૭ % કેસમાં ગુનેગારોને કોર્ટમાં સજા અપાવવામાં સફળ રહી છે. પરંતુ ભ્રષ્ટ્રાચારના ૪૮ કેસમાં પાંચ વર્ષથી વધુ સમયથી એજન્સી પાસે તપાસ માટે વિલબં થઈ રહ્યો છે. સીબીઆઈના કામકાજ પર નજર રાખનાર કેન્દ્રીય તકેદારી કમિશન (સીવીસી)ના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૩ના રિપોર્ટ અનુસાર, સીબીઆઈના કોર્ટમાં કુલ ૧૦,૯૫૯ કેસ બાકી પડા છે. તેમાં ભ્રષ્ટ્રાચારના ૬,૯૦૩ પ્રકરણોમાંથી ૩૬૧ કેસમાં ૨૦ વર્ષથી વધુ સમયથી બાકી છે. તેમજ ગત ૧૦ વર્ષમાં કોર્ટમાં ૨૪૬૧ કેસ બાકી પડા છે. સીવીસીએ આ રિપોર્ટને ચિંતાજનક ગણાવ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સીબીઆઈએ કેસ નોંધાયાના એક વર્ષમાં તપાસ પુરી કરવી જોઈએ. આ કેસ નોંધાવાથી તપાસ, સક્ષમ અધિકારી પાસેથી કાર્યવાહી સ્વિકૃતી પ્રા કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવા સુધીનો સમય છે. પરંતુ કેટલાક કેસમાં એવું થઈ રહ્યું નથી.
આ કારણે સમયસર નથી થઈ રહી તપાસ
વધુ પ્રમાણમાં કામ, અપૂરતો સ્ટાફ, પત્રના જવાબમાં વિલંબ, બેંક અને છેતરપિંડી વગેરે આર્થિક ગુનાના મામલામાં વધુ રેકોર્ડ અને તપાસ કરવા, સાક્ષી અંગે તપાસ કરવી અને પૂછપરછમાં વધુ સમય કાર્યવાહી સ્વીકૃતીમાં વિલંબ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech