ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આગામી ૨૭ ફેબ્રુઆરીથી ધોરણ ૧૦ની પરીક્ષાઓ શરૂ થશે. આ વર્ષે ૮.૯૨ લાખ વિધાર્થીઓ ધોરણ ૧૦ની પરીક્ષા આપવા માટે બેસશે. જેમાં ૮૨,૧૩૨ રીપીટર વિધાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ધોરણ ૧૦ની પરીક્ષા રાયભરમાં ૯૮૯ કેન્દ્ર પર તો ધોરણ ૧૨ની પરીક્ષા ૬૭૨ કેન્દ્ર પર લેવામાં આવશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માટે રાયભરના ૪.૨૩ લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે તો વિજ્ઞાન પ્રવાહમાં ૧.૧૧ લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષાના સુચાં આયોજન માટે તમામ જિલ્લ ા કલેકટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે ધોરણ ૧૦ તથા ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી ૧૦ માર્ચના રોજ યોજાશે અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ સુધી યોજાશે.આ માટે ની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ફેબ્રુઆરીમાં શ થઈ રહેલી બોર્ડની પરિક્ષા માટે શિક્ષણ વિભાગે ગઈકાલે એકશન પ્લાન પણ જાહેર કર્યેા છે.
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવેલા એકશન પ્લાન મુજબ મુખ્ય પરીક્ષા ના સુચાં આયોજન માટે સમગ્ર રાયમાં ધોરણ ૧૦ માટે ૮૭ ઝોન, ધોરણ ૧૨ માટે કુલ ૫૪ ઝોન ની રચના કરવામાં આવી છે.
આગામી મુખ્ય પરીક્ષા ધોરણ ૧૦ માટે ૮૯૨૨૮૨ વિધાર્થીઓ છે જેમાંથી ૭૬૨૪૯૫, નિયમીત ૧૫,૫૪૮ ખાનગી પરીક્ષા થી ૮૨,૧૩૨ ની રિપીટર ૪૨૯૩ ખાનગી રીપીટર વિધાર્થી ૨૮,૪૧૪ પૃથ્થક પરીક્ષાઓ નોંધાયેલા છે યારે ૪૨૮૫ દિવ્યાંગ વિધાર્થીઓ પરીક્ષાથી તરીકે પરીક્ષા આપશે.
સામાન્ય પ્રવાહ માટે ૪,૨૩,૯૦૯ વિધાર્થી નોંધાયેલા છે યારે વિજ્ઞાન પ્રવાહ માટે ૧,૧૧, ૩૮૪ વિધાર્થી નોંધાયા છે. ધોરણ ૧૦ માં ૮૭ જૂનમાં ૯૮૯ સેન્ટર પર ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૫૪ ઝોનમાં ૧૫૨ સેન્ટર નો સમાવેશ થયો છે. ધોરણ ૧૦ ની પરીક્ષા ૩૨૦૩ સ્કૂલમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની ૫૫૪ સ્કૂલમાં સામાન્ય પ્રવાહની ૧૪૬૫ સ્કૂલમાં પરીક્ષા લેવામાં આવશે.
આ વખતે રાયની જેલમાં રહીને અભ્યાસ કરતા ૧૧૩ કેદીઓ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા માટે નોંધાયા છે ધોરણ ૧૦ ની પરીક્ષા માટે ૭૨ અને ધોરણ ૧૨ ની પરીક્ષા માટે ૪૧ કેદી પરીક્ષા આપશે રાજકોટ મધ્યસ્થ જેલમાં ધોરણ ૧૦ના ૬ ધોરણ ૧૨ ના ૬ કેદી છે સુરત મધ્યસ્થ જેલમાં ધોરણ ૧૦ ના ૧૮ અને ધોરણ ૧૨ ના ૮ કેદી પરીક્ષા આપશે સમગ્ર રાયમાંથી આ વખતે ૧૧૩ કેદી બોર્ડની પરીક્ષા આપશે.
અહીં નોંધવું જરી છે કે આ વખતની બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓની સંખ્યા ઘટવાના પરિણામે ૩,૩૦૦ બ્લોક ઘટા છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવેલા નિયમ મુજબ ગેરરીતિ ના કેસમાં પકડાના વિધાર્થી સામે બોર્ડ ના સભ્ય કે નિરીક્ષક કે અધિકારી પોતે જ કેસની તમામ વિગતો સાથે ફાઈલ તૈયાર કરવાની રહેશે સ્થળ પૂર્તતા કાર્યવાહી ન થવાના લીધે બોર્ડની ગેરરીતિના કેસમાં વિધાર્થીની સજા નો આખરી નિર્ણય કરવામાં મુશ્કેલી પડે છે હવેથી નિયમ મુજબ કાર્યવાહી પૂર્ણ ન કરનાર બોર્ડના અધિકારી કે સ્કોવડ ના સભ્ય સામે કાર્યવાહી કરવામાં આવશે. દરેક જિલ્લ ામાં કલેકટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે પરીક્ષાથી તેનો બેઠક નંબર પ્રશ્નપત્ર પર લખે તેની કાળજી ખડં નિરીક્ષકે રાખવાની રહેશે નિષ્કાળજી દાખવનાર ખડં નિરીક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech