નરેન્દ્ર મોદીએ બુધવારે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું અને તેમને કાર્યકારી વડા પ્રધાન તરીકે કામ ચાલુ રાખવાનું કહ્યું છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચેની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે, જેમાં તેઓ રાજીનામું આપતા જોવા મળી રહ્યા છે. PM મોદીએ દિલ્હીમાં NDAની બેઠક પહેલા રાષ્ટ્રપતિ મુર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
ભાજપના નેતૃત્વમાં એનડીએને 294 બેઠકો સાથે બહુમતી મળી છે. એનડીએ સરકાર બનશે એવી જ સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. ભાજપને એકલા હાથે બહુમતી મળી નથી. જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે એનડીએના સાથી પક્ષો તેનો સાથ છોડી શકે છે.
જો આવી સ્થિતિ સર્જાશે તો એનડીએ માટે ફરીથી સત્તામાં આવવું મુશ્કેલ બનશે. સૌથી વધુ ચર્ચા બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ ચીફ નીતીશ કુમાર અને ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુને લઈને થઈ રહી છે. જો કે બંને નેતાઓએ એનડીએ સાથે હોવાના સંકેત આપ્યા છે.
આજે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ છે, જેમાં તેના તમામ સહયોગી દળોના અગ્રણી નેતાઓ ભાગ લેવા પહોંચી ગયા છે. નીતિશ કુમાર પણ દિલ્હી પહોંચી ગયા છે. ચંદ્રાબાબુ નાયડુ પણ આવવાના છે. આ બેઠકમાં સરકારની રચના અને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. ભાજપને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકાર બનશે. આ કારણોસર 7 જૂને સંસદભવનમાં NDAના તમામ સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે.
પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠક સવારે 11.30 વાગ્યે શરૂ થઈ હતી. જેમાં ચૂંટણી પરિણામોની સમીક્ષા સાથે સરકારની રચનાની સંભવિત રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટે વર્તમાન લોકસભાને ભંગ કરવાની ભલામણ કરી છે. આ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ જ પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech