રાજકોટ શહેરમાં માવતરે રહીને ઓશિયાળું જીવન ગુજારતી સીમરન તોસીફભાઈ પાનવાલાએ ફેમિલી કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યા મુજબ, તેણીના રાજકોટમાં આમ્રપાલી નહેરૂનગર, રજા મસ્જિદ આગળ રહેતા અને વેપાર-ધંધો કરતા તોસીફભાઈ જાહિદભાઈ પાનવાલાની સાથે નિકાહ થયેલા. નિકાહ બાદ અરજદારને સગીર પુત્રી "આર્યા"નો જન્મ થયેલ. દરમિયાન સાસરીયે સંયુક્ત કુટુંબમાં થોડા સમય બાદ દહેજની લાલચે તથા માવતરેથી વધુ રકમ તથા ચીજવસ્તુઓ મંગાવવા સબબ મેણાટોણા મારી માનસિક અને શારીરિક ત્રાસ આપી, અપમાનીત કરી, ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી અવારનવાર કાઢી મુકતા, બાદમાં સમાધાન કરી તેડી જતા હતા. આમ, અનેક વખત માનસિક ત્રાસ આપી મેણાટોણા મારતા, ત્યારબાદ સાસુ, સસરા અને દિયરે "આવી બાઈને હજુ સુધી કેમ રાખી છે, જવા દે ને, તેણી કરતા ઘણી જ સારી નવી મોટા ઘરની છોકરીને હું શોધી આપીશ, આ સીમરન તો સાવ ગાંડી છે," આમ મેણાટોણા મારી, અપમાન કરી, રોકડ રકમ લાવવા ધમકીઓ આપી, મારકુટ કરી, માત્ર પહેરેલ કપડે સગીર પુત્રી સહિત કાઢી મુકેલ. જેથી સિમરનબેને રાજકોટની ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ મેળવવા માટે અરજી સને ૨૦૨૦માં દાખલ કરેલ. જે અરજીમાં બન્ને પક્ષકારોને સાંભળીને, પુરાવો લઈને, અરજદાર સીમરનના એડવોકેટ હર્ષદકુમાર એસ. માણેકની વિસ્તૃત દલીલો ધ્યાને લઈ, હાલની મોંધવારી તથા હાલના સમય સંજોગોમાં યુવાન પત્નિઓ ઉપર ગુજારવામાં આવતા ત્રાસ અંગે સામાજિક દુષણ અંગે રજુઆત કરી ધ્યાન દોરેલ. આવી તમામ રજુઆતો, દલીલો ધ્યાને લઈ, રાજકોટ ફેમિલી કોર્ટના જજ જી. ડી. યાદવે પરિણીતાની અરજી અંશતઃ મંજુર કરી, અરજદાર સીમરનને અરજી દાખલ તારીખથી દરમાસે નિયમિત રૂા. ૬,૦૦૦/- તથા સગીર પુત્રી "આર્યા" ને રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂા.૮,૦૦૦/- ચુકવવા અંગેનો હુકમ ફરમાવેલ છે અને અરજી ખર્ચના રૂા.૨૫૦૦/-ચુકવવાનો હુકમ કરેલ છે. આમ, અરજદાર સીમરનબેન આશરે રૂા.૪.૪૦ લાખ જેવી માતબર રકમ એકસાથે મેળવવા હક્કદાર બન્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech