જો તમને ક્યારેક કડકડતી ભૂખ લાગે છે અને શું ખાવું તેની ચિંતા રહે છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એક એવી રેસિપી વિશે જણાવીશું જેને તમે ઓછા સમયમાં તૈયાર કરી શકો છો અને તમારી ભૂખ સરળતાથી સંતોષી શકો છો.
બ્રેડ પિઝા
આ વાનગી સરળતાથી અને ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે. ભૂખ સંતોષવા માટે બ્રેડ પિઝા બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ ખાસ રેસિપી અનુસરો.
બ્રેડ પિઝા બનાવવા માટેની સામગ્રી
ઓછા સમયમાં ઘરે બ્રેડ પિઝા બનાવી શકો છો. આ માટે કેટલીક સામગ્રીની જરૂર પડશે. બ્રેડ સ્લાઈસ, ટામેટાની ચટણી, ડુંગળી, કેપ્સિકમ, લીલા મરચાં, ઓરેગાનો, ચાર્ડ મસાલા, ચીલી ફ્લેક્સ, સ્વાદ અનુસાર મીઠું અને તેલ જેવી આ બધી સામગ્રીનો ઉપયોગ કરીને ઝડપથી બ્રેડ પિઝા બનાવી શકો છો.
બ્રેડ પિઝા રેસિપી
બ્રેડ પિઝા બનાવવા માટે બ્રેડ સ્લાઈસને પ્લેટમાં રાખવાની રહેશે. ત્યાર બાદ સ્લાઈસ પર ટોમેટો સોસ લગાવો, ટોમેટો સોસ સિવાય સ્લાઈસ પર પીઝા સોસ પણ લગાવી શકો છો. હવે બ્રેડ પર મનપસંદ શાકભાજી ઉમેરો. જેમ કે બારીક સમારેલા કેપ્સિકમ, ડુંગળી, મશરૂમ વગેરે. હવે ઓરેગાનો, ચાર્ટ મસાલો, ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. તેને ઓવન અથવા માઇક્રોવેવમાં 5 થી 6 મિનિટ માટે બેક કરવા માટે રહેવા દો. હવે તમારો બ્રેડ પિઝા તૈયાર છે. જો તમે ઈચ્છો તો તેના પર ચીઝ પણ ઉમેરી શકો છો.
ઠંડા પીણા અથવા ચા સાથે બ્રેડ પિઝાનો ટેસ્ટ માણો
બ્રેડ પિઝા સાથે કોલ્ડ ડ્રિંક અથવા ચા પણ પી શકો છો. ભૂખ સંતોષવા ઉપરાંત જો તમારું બાળક ખોરાક ખાવાનું પસંદ કરતા નથી તો, તેને આ વાનગી તૈયાર કરીને ખવડાવી શકો છો. આ સાથે તમારું બાળક ખૂબ જ ઉત્સાહથી બ્રેડ પિઝા ખાવાનું પસંદ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech