પોરબંદરમાં જાણીતા એડવોકેટ સહપરિવાર બહારગામ ફરવા ગયા ત્યારે તેના ઘરમાં ચોરી થઇ શકે તેમ છે તેવી તસ્કરોને માહિતી અપાયા બાદ ચોરી થઇ હતી તેથી આ ગુન્હામાં માહિતી આપનારની પણ પોલીસે હવે ધરપકડ કરી છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. રણજીતસિંહ દયાતર તથા હેડ કોન્સ્ટેબલ હીમાંશુભાઇ મક્કા તથા પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ પરમારને સંયુકત ખાનગીરાહે હકીકત મળેલ કે કમલાબાગ પોલીસ સ્ટેશનના.ઘરફોડ ચોરીના ગુન્હામાં તસ્કરોને એડવોકેટ ગ્રીષ્માબેન જોષીને ત્યાં ચોરી કરવા માટે માહિતી આપનાર લાલશાહીથી નાસતા ફરતા આરોપી જિજ્ઞેશ કિશોરભાઇ પાબારી રહે. મોટી શિહોરી પ્રાઇડ વીલા સોસાયટી, ગામ ચોલીડા, તા. જી. ગાંધીનગરવાળો ગાંધીનગર ખાતે હોવાની હકીકત મળતા ઉપરોકત પોલીસ સ્ટાફને ગાંધીનગર ખાતે આરોપીની તપાસમાં મોકલતા આરોપી જિજ્ઞેશ કિશોરભાઇ પાબારી ઉ.વ. ૩૨, મોટી શીહોરી, પ્રાઇડવીલા સોસાયટી, ગામ ચોલીડા તા.જી. ગાંધીનગર મૂળ રહે. ડો. હાથીના દવાખાના પાસે ખોડીયાર સોસાયટી પોરબંદરવાળો ગાંધીનગર મોટી શીહોરી પ્રાઇડ વીલા સોસાયટીના ગેટ પાસેથી મળી આવતા મજકુર આરોપીને ઉપરોકત ગુન્હાના કામે વધુ પૂછપરછ અર્થે પોરબંદર ખાતે લઇ આવી અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે કમલાબાગ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયા તથા એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર તથા હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વ, સલીમભાઇ પઠાણ, ગોવિંદભાઇ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા વુમન હેલ્થ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ માળીયા વગેરે રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech