જેમ જેમ દેશ ડિજિટલ ક્રાંતિ કરી રહ્યો છે તેમ તેમ સાયબર ફ્રોડ અને બેંકિંગ છેતરપિંડીના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને આ વર્ષમાં લોકોએ પોતાની પરસેવાની કમાણીના 33148 કરોડ ગુમાવી દીધા હોવાનો આકડો બહાર આવ્યો છે. દેશમાં ડિજિટલ પેમેન્ટ અને બેંકિંગ છેતરપિંડીના કેસોમાં લોકોએ નાણાકીય વર્ષ 2024-25માં 36,014 કરોડ ગુમાવ્યા હતા , જે નાણાકીય વર્ષ 2023-24માં લગભગ ₹12,230 કરોડ હતી. આ સીધો જ ત્રણ ગણો ઉછાળો છે.આમાં પણ લોન અથવા લોન ખાતા મેળવવાના નામે 92 ટકાથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી હતી.
ગુરુવારે જાહેર કરાયેલા આરબીઆઈના વાર્ષિક અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. આ મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં છેતરપિંડીમાં ગુમાવેલી રકમ વધીને 36,014 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે નાણાકીય વર્ષ 2023-24માં લગભગ 12,230 કરોડ રૂપિયા હતી. આ ત્રણ ગણો ઉછાળો છે. આમાં પણ, લોકોએ ફક્ત લોન અથવા લોન ખાતા મેળવવા સંબંધિત છેતરપિંડીની શ્રેણીમાં 33,148 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
છેતરપિંડીના કેસમાં ઘટાડો , પરંતુ રકમમાં વધારો
જોકે, છેતરપિંડીના કુલ કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ રકમમાં વધારો થયો છે. ગયા નાણાકીય વર્ષમાં 23,953 કેસોમાં 34 હજાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. જ્યારે, નાણાકીય વર્ષ 2023-24 માં, કુલ 36,060 છેતરપિંડીના કેસ નોંધાયા હતા, જેમાં ગ્રાહકોના ખાતામાંથી 12230 કરોડ રૂપિયાની રકમ ગુમાવી દેવામાં આવી હતી. અહીં એ પણ નોંધનીય છે કે RBI એ રિપોર્ટમાં ફક્ત તે જ કેસોનો ઉલ્લેખ કર્યો છે જેમાં 1 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ છે. તેથી, દેશભરમાં છેતરપિંડી વચ્ચે લોકોના ખાતામાંથી ઉપાડવામાં આવેલી રકમ આનાથી પણ વધુ હશે.
ખાનગી બેંકોમાં ડિજિટલ પેમેન્ટમાં સૌથી વધુ છેતરપિંડી
અહેવાલ મુજબ, મોટાભાગના છેતરપિંડી ડિજિટલ પેમેન્ટ (કાર્ડ/ઈન્ટરનેટ) દ્વારા થયા હતા. આ શ્રેણીમાં 13,516 છેતરપિંડીના કેસ નોંધાયા હતા, જે કુલ 23,953 કેસોના 56.5 ટકા છે. ખાનગી બેંકોમાં 60 ટકા છેતરપિંડી કાર્ડ/ઈન્ટરનેટ સંબંધિત હતી.
સરકારી બેંકોમાં સૌથી વધુ છેતરપિંડી થઈ
આરબીઆઈના મતે, સરકારી બેંકોના કેસોમાં છેતરપિંડી થયેલી રકમ 25,667 કરોડ રૂપિયા હતી, જે સૌથી વધુ છે. નાણાકીય વર્ષ 2023-24માં, જાહેર ક્ષેત્રની બેંકોમાં 9,245 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ બે ગણાથી વધુનો વધારો છે. આ સાથે, સરકારી બેંકોમાં છેતરપિંડી મુખ્યત્વે લોન સેગમેન્ટમાં થઈ હતી. આ હેઠળ, લોન સંબંધિત છેતરપિંડીની સંખ્યા સૌથી વધુ 33 ટકા હતી. જ્યારે, મૂલ્યની દ્રષ્ટિએ, આ સેગમેન્ટમાં તેમનો હિસ્સો 71 ટકા હતો.
ખાનગી બેંકોમાં છેતરપિંડીના મોટાભાગના કિસ્સાઓ છેતરપિંડીના કેસ (કરોડોમાં)
સરકારી બેંકો 6,935 (29.0%) 25,667 (71.3%)
ખાનગી બેંકો 14,233 (59.4%) 10,088 (28.0%)
છેતરપિંડી અટકાવવા માટે ખાસ પહેલ
ડિજિટલ છેતરપિંડી અટકાવવા માટે,રીઝર્વ બેંક એ 'બેંક .ઇન ' (બેંકો માટે) અને 'ફિન.ઇન' (નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ માટે) જેવા ખાસ ડોમેન રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ફિશિંગ અને સાયબર હુમલા ઘટાડશે અને ડિજિટલ ચુકવણી સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ વધારશે. કેન્દ્રીય એજન્સી તેનું નિરીક્ષણ કરશે. અહેવાલ મુજબ, આ ખાસ ડોમેન સાયબર સુરક્ષા જોખમો અને ફિશિંગ જેવી દૂષિત પ્રવૃત્તિઓને ઓળખવામાં પણ મદદ કરશે, જે સામાન્ય લોકોને થતા નાણાકીય નુકસાનને ઘણી હદ સુધી ઘટાડશે.
છેતરપિંડીના ક્ષેત્રવાર છેતરપિંડીની રકમ
સેક્ટર 2023-24 2024-25
લોન 10072 33148
બેલેન્સ શીટ 256 270
કાર્ડ/ઇન્ટરનેટ 1457 520
રોકડ 78 39
અન્ય 35 1392
વિદેશી વિનિમય વ્યવહારો 38 16
થાપણ 240 527
ચેક અને ડીડી 42 74
આંતર-બેંક ખાતું 10 26
ખાતા ક્લિયરિંગ 02 02
(કરોડ રૂપિયામાં છેતરપિંડી કરાયેલ રકમ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશમાં કોરોનાના કેસ 2700 નો આંક વટાવી ગયા, 24 કલાકમાં 7ના મોત
May 31, 2025 02:45 PMસમર કેમ્પમાં જોડાયેલા બાળકોને ગુડ ટચ બેડ ટચ અને છેડતી અંગે અપાઇ સમજ
May 31, 2025 02:45 PMકોંગ્રેસના સુભાષનગરમાં ધરણા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની કારનો ઘેરાવ
May 31, 2025 02:44 PMરાણાવાવની ઐતિહાસિક જામ્બુવંતી ગુફા ખાતે યોજાયુ સફાઇ અભિયાન
May 31, 2025 02:44 PMપોરબંદરથી પહેલગામ સુધીની યુવાનની પદયાત્રાનો થયો શુભારંભ
May 31, 2025 02:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech