વડાપ્રધાન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (પીએમએમએલ) સોસાયટીના એક સભ્યએ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીને પત્ર લખીને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના અંગત દસ્તાવેજો પીએમએમએલને સોંપવાની વિનંતી કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જો આ શકય ન હોય તો દસ્તાવેજોની નકલો અથવા ડિજિટાઇડ એકસેસ પ્રદાન કરો.અમદાવાદ સ્થિત ઈતિહાસકાર રિઝવાન કાદરીએ પીએમએમએલ (અગાઉનું નેહ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી)ના સભ્ય, સોનિયા ગાંધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, નેહ સંબંધિત રેકોર્ડ મહત્વપૂર્ણ છે. તેમના અભ્યાસથી દેશના ઈતિહાસને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે. ફેબ્રુઆરીમાં યોજાયેલી પીએમએમએલ સોસાયટીની સામાન્ય સભામાં સોનિયા ગાંધી પાસે રાખવામાં આવેલા દસ્તાવેજો પર ચર્ચા કરવામાં આવી હતી. કાદરીએ પત્રમાં લખ્યું છે કે, ગાંધીજીના લખાણોનું ખૂબ જ ઝીણવટપૂર્વક દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. કમનસીબે, સરદાર પટેલની આઝાદી પહેલા આવા દસ્તાવેજો સબમિટ કરવામાં આવ્યા ન હતા.પીએમએમએલના રેકોર્ડ મુજબ, સોનિયાના કબજામાં રહેલા દસ્તાવેજોમાં નેહ અને જયપ્રકાશ નારાયણ વચ્ચેના પત્રવ્યવહારનો સમાવેશ થાય છે. આ સિવાય એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, અણા આસફ અલી, વિજયા લમી પંડિત અને બાબુ જગજીવન રામે નેહને લખેલા પત્રો પણ છે.કાદરીએ પત્રમાં લખ્યું છે કે, તાજેતરમાં જ એ વાત સામે આવી છે કે નેહના મોટા ભાગના રેકોર્ડ વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલયમાં છે. સોનિયા ગાંધીની ઓફિસે પણ કેટલાક રેકોર્ડ લીધા હતા, કારણ કે તેઓ પરિવારના પ્રતિનિધિ છે. કાદરીએ કહ્યું કે, સોનિયા ગાંધી પાસેથી મળેલા દસ્તાવેજોને સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સુરક્ષિત રાખવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech