નિમણુંક પામેલા ૧૨૫ તલાટી કમ મંત્રીઓને કરાયાં સન્માનિત
જામનગર જિલ્લા તલાટી મંડળની વાર્ષિક સાધારણ સભા તેમજ સન્માન અભિવાદન કાર્યક્રમ લેઉઆ પટેલ સમાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને આયોજીત કરવામાં આવ્યો હતો.
જેમાં નવી નિમણૂંક પામેલા ૧૨૫ તલાટી કમ મંત્રી તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તલાટી કમ મંત્રીઓને અને જોડીયાના તાલુકા વિકાસ અધિકારી રોનક ઠોરીયાએ જીપીએસસી પરીક્ષામાં રાજયમાં અવ્વલ સ્થાને ઉત્તીર્ણ કરતાં તેમનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, વિમલભાઇ ગઢવી, જિલ્લા પંચાયત કર્મચારી સંઘના મહામંત્રી શ્રીરામ સેજપાલ, વિસ્તરણ અધિકારી મંડળના પ્રમુખ મેસિયાભાઇ, જિલ્લા પંચાયત કર્મચારી સંઘના ઉપપ્રમુખ નિલેશભાઇ ઓઝા સહિત મોટી સંખ્યામાં તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા તલાટી મંડળના પ્રમુખ પરેશભાઇ પારેગી અને ઉપપ્રમુખ હરદેવસિંહ વાઘેલાની રાહબારી હેઠળ મહામંત્રી નિલેશભાઇ ગોજીયા સહિત જિલ્લા-તાલુકાના હોદ્દેદારો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech