રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકા દ્રારા ફાયર બ્રિગેડમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવાની સાથે નવી જગ્યાઓ ઉપસ્થિત કરી તે જગ્યા ઉપર પણ ભરતી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત તાજેતરમાં ભરતી પ્રક્રિયા શ કરવામાં આવી છે જેમાં ફાયરમેન કે જે પોસ્ટને હવે ફાયર ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે તે માટેની ૨૭૨ જગ્યાઓ ભરવા કાર્યવાહી શ કરતા તે માટે રાજકોટ સહિત રાયભરમાંથી માત્ર કુલ ૨૧૪૭ અરજીઓ આવી છે અને તે તમામના ડોકયુમેન્ટ વેરીફીકેશન બાદ આગામી તા.૪થી ૮ ડિસેમ્બર દરમિયાન ઉમેદવારોની પ્રેકિટકલ ટેસ્ટ લેવામાં આવશે.
વિશેષમાં ફાયર બ્રિગેડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્ટેશન ઓફિસરની પોસ્ટ માટે ત્રણ ઉમેદવારના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા યારે સબ ઓફિસરની ભરતી માટે કુલ ૩૮ ઉમેદવારના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. યારે ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર વચ્ચેની કેડર એવી ડિવિઝનલ ફાયર ઓફિસરની પોસ્ટ માટે ફકત એક ઉમેદવાર આવ્યા હતા જેમનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું.
ફાયર બ્રિગેડના અધિકારી વર્તુળોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે ફાયર બ્રિગેડમાં ભરતી જાહેર થાય ત્યારે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતા હોય છે કારણ કે તેમાં ફાયરમેનની પોસ્ટ માટે એયુકેશનલ કવોલિફિકેશન ખુબ ઓછું રાખવામાં આવ્યું હોય છે હાઇસ્કૂલ પાસ ઉમેદવારો પણ તેમાં એપ્લાય થઇ શકતા હોય છે. દરમિયાન રાજકોટમાં સર્જાયેલા અિકાંડ બાદ રાયભરના મહાનગરોની ફાયર બ્રિગેડમાં ભરતી પ્રક્રિયા આ ધરવામાં આવી હોય એક સાથે અનેક સ્થળોએ ભરતી હોય આ વર્ષે ભરતી પ્રક્રિયામાં રાજકોટમાં ખૂબ ઓછા ઉમેદવારો આવ્યા છે. ચર્ચાતી વિગતો મુજબ અિકાંડ અને એસીબીની ટ્રેપના સીલસીલા બાદ હવે રાજકોટ ફાયર બ્રિગેડમાં આવવા માટે ઉમેદવારોમાં ખાસ ઉત્સુકતા જોવા મળતી નથી ! અગાઉની ભરતીઓમાં વધુ ઉમેદવારો આવ્યાના અનેક દાખલાઓ મોજુદ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech