રાજકોટ મહાપાલિકાનો સંપૂર્ણ ડેટા લોસ થઇ જાય તો શું થાય ? કેવી રીતે કામગીરી ચાલુ રહી શકે ? કેવી રીતે ડેટા બેક મેળવવું ? તે બાબતની કલ્પના કરીને ડિઝાસ્ટર રિકવરી ડ્રીલનું આયોજન કરાયું હોય આવતીકાલે તા.૬ના રાત્રે ૧૧ વાગ્યાથી તા.૭નાં સવારે ૭ વાગ્યા સુધી આ ડ્રીલ યોજવાને કારણે આ આઠ કલાક દરમ્યાન રાજકોટ મહાપાલિકાની કોઇ ઓનલાઈન સેવામાં વિક્ષેપ પડવાની શકયતા હોય સહકાર આપવા નાગરિકોને અપીલ કરાઇ છે.
વિશેષમાં આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા નાગરિકોને વિવિધ પ્રકારની સેવાઓ ઓનલાઈન આપવામાં આવી રહી છે. આ ઓનલાઈન સેવાઓ અવિરત ઉપલબ્ધ બની રહે તેવા આશયથી ડેટા સિસ્ટમની સિકયુરિટી અને મેનેજમેન્ટ વ્યવસ્થિતરીતે થાય તે ખુબ જ જરી છે. આ માટે કોઈ ટેકનિકલ ફોલ્ટ કે ટેકનિકલ આપત્તિના વખતે પૂરેપૂં ડેટા સેન્ટર બધં થાય તો ફરીદાબાદ ખાતેના ડેટા સેન્ટરના માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકાની ઓનલાઈન સેવા ચાલુ રહે તે માટે એક મહત્વપૂર્ણ આયોજનના ભાગપે ડિઝાસ્ટર રિકવરી ડ્રીલનું આયોજન રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્રારા કરવામાં આવનાર છે.
આ આયોજન અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આવતીકાલે તા.૬–૬–૨૦૨૪ના રોજ રાત્રે ૧૧:૦૦ વાગ્યાથી તા.૭–૬–૨૦૨૪નાં રોજ સવારે ૭:૦૦ વાગ્યા સુધી ડ્રીલને કારણે આ આઠ કલાક દરમ્યાન મહાપાલિકાની કોઈ ઓનલાઈન સેવામાં કદાચ કોઈ વિક્ષેપ પડવાની શકયતા નકારી શકાય નહીં.આ બાબતને ધ્યાનમાં રાખીને નાગરિકો રાજકોટ મહાનગરપાલિકા લગત તેમના ઓનલાઈન કાર્યેાનું પ્લાનિંગ કરે તેવી જાહેર અપીલ કરવામાં આવે છે.
મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ વિશેષમાં ઉમેયુ હતું કે, ડિઝાસ્ટર રિકવરી ડ્રીલનાં આયોજન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાના નાનામવા સર્કલ ખાતેના ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્થિત ટેકનિકલ સેટ અપ જેવું જ સેટ અપ ફરીદાબાદ સ્થિત બીએસએનએલના ડેટા રિકવરી સેન્ટરમાં ઉભું કરવામાં આવ્યુ છે. ડિઝાસ્ટર રિકવરી ડ્રીલ દરમ્યાન એ ચકાસવામાં આવશે કે, નાનામવા સર્કલ ખાતેના ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્થિત ટેકનિકલ સેટ અપમાં કોઈ ક્ષતિ ઉભી થાય તો ફરીદાબાદ ખાતેના ટેકનિકલ સેટ અપનાં માધ્યમથી જે તે ઓનલાઈન સેવા ચાલુ રહે છે કેમ ? રાજકોટના ડેટા સેન્ટરમાં કોઈ ટેકનિકલ પ્રોબ્લેમને કારણે જો કોઈ સેવામાં અવરોધ આવે તો ફરીદાબાદ ખાતેના સેટ અપની મદદથી એ સેવા ચાલુ રાખી શકાય તેવો આશય ડિઝાસ્ટર રિકવરી ડ્રીલનો છે.આથી તા.૬–૬–૨૦૨૪ના રોજ રાત્રે ૧૧:૦૦ વાગ્યાથી તા.૭–૬–૨૦૨૪નાં રોજ સવારે ૭:૦૦ વાગ્યા સુધી આ ડ્રીલ ચાલનાર હોય નાગરિકો સહકાર આપે તેવો જાહેર અનુરોધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech