સાયબર ફ્રોડના અલગ-અલગ પાંચ કિસ્સાઓમાં રૂપિયા 10.66 લાખની ઓનલાઈન છેતરપિંડી થઇ હતી. જેમાં ભોગ બનનાર અરજદારોને પોલીસે 6.51 લાખની રકમ પરત અપાવી છે.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નિલેશકુમાર શાહ નામના અરજદારે જણાવ્યું હતું કે, થોડા સમય પૂર્વે તેમના મોબાઈલ ફોનમાં પોલીસ અધિકારીના નામે ફોન આવ્યો હતો અને તેમના સીમકાર્ડથી ત્રણ અલગ-અલગ બેન્ક એકાઉન્ટ ખોલીને અસામાજિક પ્રવૃત્તિ થઈ રહ્યાનું કહી એનો ડર બતાવી ફરિયાદ રદ કરવા માટે પૈસા માંગી 3.89 લાખ ટફડાવી લીધા હતા જે પૂરેપૂરી રકમ પોલીસે પરત અપાવી છે.
અન્ય કિસ્સામાં ઇમરાન અન્સારી નામના યુવાનને સોશિયલ મીડિયા મારફત ટાસ્ક પુરા કરવાના બહાને લલચાવી 4.46 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી જેમાંથી 1.46 લાખ પરત અપાવ્યા છે. વધુ એક કિસ્સામાં અજાણ્યા નંબર પરથી ક્રેડિટ કાર્ડમાં ઓટીપી જનરેટ કરવાના બહાને 59,962 ની છેતરપિંડી થઈ હતી જેમાં 47,500 પરત અપાવ્યા છે જ્યારે એક અરજદારે ફેસબુકમાં જાહેરાત જોઈ સસ્તામાં મોબાઈલ ફોન ખરીદવાની લાલચમાં 1.4 લાખ ગુમાવ્યા હતા જેમાં 42,319 પરત અપાવ્યા છે.વધુ એક કિસ્સામાં સીએસઆર ફંડિંગ પ્રોજેક્ટમાં રજીસ્ટ્રેશનના નામે અરજદાર સાથે 66,000 ની છેતરપિંડી થઈ હતી જેમાં સાયબર ક્રાઇમ ની ટીમે 25,000 પરત અપાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech