હવે મચ્છર જ બનશે મેલેરિયાનો ઈલાજ
નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ રસી બનાવી: ૨૫ સ્વસ્થ પુખ્ત વયના લોકો પર કયુ પરીક્ષણઆજકાલ પ્રતિનિધિ
લંડન
હવે મેલેરિયા ફેલાવનારા મચ્છરોને જ આ રોગ સામે શક્ર બનાવવામાં આવશે. વૈજ્ઞાનિકોએ એવી રસી બનાવવામાં સફળતા મેળવી છે જેને મચ્છરમાં ઇન્જેકશન દ્રારા આપી શકાય છે. જે મચ્છરને રસી આપવામાં આવી હશે તેના કરડવાથી મેલેરિયા થશે નહીં પરંતુ રક્ષણ મળશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ રસી મેલેરિયા સામે વર્તમાન સારવાર કરતાં વધુ સારી સુરક્ષા આપી શકે છે, ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ આફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, આ રસી નેધરલેન્ડની લીડેન યુનિવર્સિટી અને રેડબાઉડ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના વૈજ્ઞાનિકોએ બનાવી છે. તેનું પરીક્ષણ સફળ રહ્યું હતું. આ રસીને 'જીએ–૨' નામ આપવામાં આવ્યું છે. તે આનુવંશિક રીતે બદલાયેલ પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ પરોપજીવી પર આધારિત છે. આ એ જ પરોપજીવી છે જે મચ્છર કરડવાથી માણસના લોહીમાં પહોંચીને મેલેરિયાનું કારણ બને છે. યારે મચ્છર કરડે ત્યારે રસી પરોપજીવીને લોહીના પ્રવાહમાં પ્રવેશતા અટકાવે છે. તે લીવર સુધી પહોંચતું ન હોવાથી મેલેરિયાનો ખતરો ટળી જાય છે.
સંશોધનમાં, જીએ–૨ રસીનું પરીક્ષણ હાલની રસી જીએ–૧ અને પ્લાસિબો સાથે કરવામાં આવ્યું હતું. સંશોધકોએ ૨૫ સ્વસ્થ પુખ્ત વયના લોકોને ત્રણ જૂથોમાં વિભાજિત કર્યા અને ત્રણ અલગ અલગ સમયે રસી આપી. દરેક વ્યકિતને મચ્છર દ્રારા મેલેરિયાનો ચેપ લાગ્યો હતો. જીએ–૨ જૂથના ૮૯ ટકા સહભાગીઓ મેલેરિયાથી સુરક્ષિત હતા. જીએ–૧ ધરાવતા લોકોમાં આ આંકડો માત્ર ૧૩ ટકા હતો યારે પ્લેસબો સાથેના કોઈપણ સહભાગીને રોગથી રક્ષણ મળ્યું નથી.
રિસર્ચમાં સામેલ વેકિસન એકસપર્ટ મેટા રોસ્ટેનબર્ગે કહ્યું કે જીએ–૨ વેકિસનવાળો મચ્છર જે જગ્યાએ માણસને કરડે છે તે જગ્યા લાલ હશે. થોડા સમય માટે ખંજવાળ રહેશે પરંતુ મેલેરિયાથી સુરક્ષિત રહેશો. હાલમાં નવી રસીની અસર માત્ર થોડા દિવસો સુધી જ રહે છે. તેને લાંબા ગાળે અસરકારક બનાવવા માટે તેને વધુ શકિતશાળી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech