રાજકોટમાં નજીવી બાબતે હથિયારો વડે હુમલા કરી આતંક મચાવવાની ઘટનાઓ હવે સામાન્ય બની ચૂકી હોય તેમ વધુ એક આવી ઘટના સામે આવી છે. શહેરના લોહાનગર મેઇન રોડ પર આવેલી ચા નાસ્તાની હોટલે વાહન પાર્ક કરવા બાબતે ડખો કરી ત્રણ શખસોએ હોટલ સંચાલક કાકા-ભત્રીજા પર પાઇપ અને પથ્થર વડે જીવણ હુમલો કર્યો હતો. જેમાં ભત્રીજાને માથાનાભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે તેના કાકાને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ત્રણ શખસો સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ખુની હુમલાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના અંબાજી કડવા મેઇન રોડ શ્રદ્ધા ગાર્ડનની બાજુમાં કલરવ પ્લે હાઉસની સામે ગોંડલ રોડ પર રહેતા નરેન્દ્ર ઉર્ફે મુન્ના ગોવર્ધનભાઈ ચાંગેલા(ઉ.વ 52) નામના પ્રૌઢ દ્વારા એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લોહાનગર મફતીયાપરામાં રહેતા આર્યન,અજય અને તેની સાથેના અજાણ્યા શખસનું નામ આપ્યું છે. પ્રૌઢએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને લોહાનગર મેઈન રોડ પર રંગોલી કોમ્પલેક્ષની સામે રંગોલી હોટલ નામની ચા નાસ્તાની હોટલ આવેલી છે.
ગઈકાલ સાંજના છેક વાગ્યે તે તથા તેમના કાકા રમેશભાઈ ગાડુંભાઈ ચાંગેલા બંને અહીં હોટેલ હાજર હતા દરમિયાન એક ગ્રાહક અહીં આવ્યો હતો અને તેણે પોતાનું એકટીવા હોટલના દરવાજા પાસે પાર્ક કર્યું હતું અને તે હોટલમાં નાસ્તો કરવા માટે બેઠો હતો.ત્યારે આરોપી આર્યન અને અજય પોતાનું એકટીવા લઈ નીકળ્યા હતા. તેમણે હોટલે આવી કહ્યું હતું કે, તમારી હોટલ પાસે કોનું એકટીવા પડ્યું છે જેથી ફરિયાદીના કાકા રમેશભાઈએ કહ્યું હતું કે, અમારા ગ્રાહકનું છે જેથી આ શખસોએ કહ્યું હતું કે હોટેલ આવતા ગ્રાહકોને વાહન તમે સાઈડમાં પાર્ક કરાવતા જાવ જેથી રમેશભાઈએ કહ્યું હતું કે અમે સાઈડમાં જ પાર્ક કરાવીએ છીએ. આ સાંભળી આ બંને શખસો ઉશ્કેરાયા હતા અને ફરિયાદી તથા તેમના કાકાને બેફામ ગાળો ભાંડી હતી
થોડીવાર બાદ આ બંને શખસો ઉપરાંત અન્ય એક્સ શખસ હોટલે લોખંડના પાઇપ લઇ આવ્યા હતા આ શખસોનો ઈરાદો સમજી જઇ કાકા- ભત્રીજા હોટલમાંથી ભાગવાની કોશિશ કરી હતી પરંતુ તેમને ઘેરી લઈ આ શખ્સોએ ફરિયાદી પર લોખંડના પાઇપ વડે હુમલો કરી તેમને માથાના ભાગે ઘા માયર્િ હતા અને કહેતા હતા કે આજે તો તમને બંનેને પતાવી જ દેવા છે જેમાં ફરિયાદી માથાનાભાગે પાઇપ લાગી જતા તે અહીં પડી ગયા હતા.બાદમાં તેમના કાકા રમેશભાઈને પણ પાઇપ મારવા જતા તેમણે હાથ આડો રાખતા તેમને હાથમાં ઇજા પહોંચી હતી. દરમિયાન અન્ય એક અજાણ્યા શખસે અહીં પડેલા પથ્થરો ઉપાડી તેના ઘા કરવા લાગ્યો હતો અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. ફરિયાદી તથા તેના કાકાએ દેકારો કરતા આ શખસો અહીંથી નાસી ગયા હતા.
બાદમાં હુમલામાં ઘવાયેલા કાકા- ભત્રીજાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરિયાદીને માથાનાભાગે ઈજા પહોંચી હોવાનું અને તેમના કાકાને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે પટેલ પ્રૌઢની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુ તપાસ પીઆઇ આર.જી.બારોટ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech