દેવપરામાં રહેતા વૃદ્ધ રણછોડદાસ આશ્રમથી ઘરે જવા માટે રિક્ષામાં બેઠા હતા દરમિયાન રિક્ષામાં બેઠેલી મહિલાએ ધક્કામૂકી કરી તેમનો એક લાખનો ચેન અને ૪૫૦ પિયા રોકડ સેરવી લીધા હતા. જે અંગે વૃદ્ધાએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આ ચોરીમાં કુબલીયાપરામાં રહેતી મહિલા અને નાનામવા રોડ પર રહેતા તેના જમાઈને ઝડપી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી ચેન રોકડ અને રિક્ષા સહિત ૨.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના દેવપરા પાસે ભવાની ચોક નજીક આરએમસી કવાર્ટરમાં રહેતા અને એકલવાયું જીવન પસાર કરનાર કોકીલાબેન દ્રારકાદાસ તેજુરા(ઉ.વ ૬૨) નામના વૃદ્ધા મંગળવારે બપોરના એકાદ વાગ્યા આસપાસ કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમે આંખની તપાસ માટે ગયા હતા. બાદમાં ઘરે જવા માટે રીક્ષાની રાહ જોઈ ઊભા હતા. દરમિયાન એક રીક્ષા અહીં આવી હતી જેમાં અગાઉથી પાછળ એક મહિલા બેઠી હોય વૃદ્ધા આ રીક્ષામાં બેઠા બાદ રીક્ષા થોડે દુર પહોંચતા જ આ મહિલાએ ધક્કામૂકી શ કરી હતી. બાદમાં રીક્ષા ચાલકે રીક્ષા ઉભી રાખી વૃદ્ધાને ઉતારી દીધા હતા. વૃદ્ધાએ તપાસ કરતા તેમનો સોનાનો ચેન અને પિયા ૪૫૦ રોકડ થેલીમાં કાપો મારી સેરવી લેવામાં આવ્યા હોવાનું માલુમ પડું હતું. જેથી તેમણે આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવને લઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એમ. જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.આઇ કે.ડી.મા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ બાળા, કોન્સ્ટેબલ ભાનુશંકરભાઈ ધાંધલા અને રાજદીપભાઈ પટગીરને મળેલી બાતમીના આધારે આ ગુનામાં નાનામવા રોડ પર ગોવિંદ રત્ન બંગલો સામે સરકારી કવોટરમાં રહેતા રાકેશ ઉર્ફે ઉભો સવજીભાઈ રાઠોડ(ઉ.વ ૨૬)અને કુબલીયાપરા શેરી નંબર ૫ માં રહેતા હંસાબેન દિનેશભાઈ સોલંકી (ઉ.વ ૬૫) ને ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી તેણે વૃદ્ધાના સેરવી લીધેલ સોનાનો ચેન રોકડ રકમ .૪૫૦ અને રીક્ષા સહિત .૨,૫૦,૪૫૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું કે,આરોપી રાકેશ અને હંસા સાસુ જમાઈ છે. બંને મળી આ પ્રથમ જ ચોરી કરી હોવાનું રટણ કરી રહ્યા છે. જોકે આરોપીની કબુલાત સાચી છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ડિટેકશનની આ કામગીરીમાં બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, મોહસીનખાન મલેક, કોન્સ્ટેબલ જયદીપસિંહ બોરાણા, વિશ્વજીતસિંહ ઝાલા, પંકજભાઈ માળી જગદીશભાઈ વાંક અને પોપટભાઈ ગમારા સાથે રહ્યા હતા
મેંદરડાના યુવાને રીક્ષામાં બેસાડી ૪૦ હજાર સેરવી લેનાર બેલડી ઝડપાઈ
મેંદરડામાં રહેતા નરેન્દ્રભાઈ મકવાણા (ઉ.વ ૪૦) ગત તારીખ ૮ ના રોજ રાજકોટ કામ સબબ આવ્યા બાદ ગોંડલ ચોકડીએથી રીક્ષામાં બેસી તેમની બહેનના ઘરે જવા માટે નીકળ્યા હતા. દરમિયાન રિક્ષામાં તેમના ખિસ્સામાંથી પિયા ચાલીસ હજાર રોકડ સેરવી લેવામાં આવી હતી. જે અંગે તેમણે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એન.એન.પરમાર તથા તેમની ટીમને તપાસ કરી હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, કોન્સ્ટેબલ ગોપાલભાઈ પાટીલ, મોહિલરાજસિંહ ગોહિલની બાતમીના આધારે આ ગુનામાં જેનીશ રાજેશભાઈ ચૌહાણ (ઉ.વ ૨૦ રહે.વાણીયાવાડી મેઇન રોડ અવંતિકા પાર્કની બાજુમાં) અને દીપક કરમશી સોલંકી(ઉ.વ ૨૨ રહે. કોઠારીયા રોડ વેલનાથપરા)ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી રોકડ પિયા ૧૯ હજાર મોબાઈલ ફોન અને રિક્ષા સહિત ૧.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આરોપી જેનીશ સામે અગાઉ આજીડેમમાં ચોરી, જાહેરનામા ભગં અને એ ડિવિઝનમાં ચોરીનો ગુનો નોંધાઈ ચૂકયો છે. યારે દિપક સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ચોરી,દા સહિત ત્રણ ગુના નોંધાઈ ચૂકયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech