યુનાઈટેડ નેશન્સે વિશ્વમાં ગરીબીને લઈને એક નવો ડેટા જાહેર કર્યો છે. આ ડેટા અનુસાર, વિશ્વમાં એક અબજથી વધુ લોકો અત્યંત ગરીબીમાં જીવી રહ્યા છે. યુએનએ માહિતી આપી છે કે સૌથી વધુ ગરીબીમાં જીવતા લોકોમાં બાળકોનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ 10 સૂચકાંકોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
વિશ્વમાં એક અબજથી વધુ લોકો અત્યંત ગરીબીમાં જીવે છે અને તેમાંથી અડધા બાળકો છે જ્યારે આવા લગભગ 40 ટકા લોકો જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અથવા અસ્થિર દેશોમાં રહે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 83 ટકાથી વધુ ગરીબ લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને આ જ ટકા લોકો સબ-સહારનમાં રહે છે. ગરીબોની મોટા ભાગની વસ્તી આફ્રિકા, દક્ષિણ આફ્રિકા, એશિયામાં છે.
યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઓક્સફર્ડ 2010 થી દર વર્ષે બહુપરીમાણીય ગરીબી સૂચકાંક બહાર પાડે છે, જે આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણ સહિત 10 સૂચકાંકો પર આધારિત છે. આ વર્ષના ઇન્ડેક્સે 112 દેશોના ડેટાનું વિશ્લેષણ કર્યું છે જે ઇન્ડેક્સ મુજબ, 1.1 અબજ લોકો અત્યંત ગરીબીમાં જીવે છે, જેમાંથી લગભગ અડધા આ પાંચ દેશોમાં છે જેમાં ભારત (234 મિલિયન), પાકિસ્તાન (93 મિલિયન), ઇથોપિયા (86 મિલિયન), નાઇજીરીયા (74 મિલિયન) અને કોંગો (66 મિલિયન) નો સમાવેશ થાય છે.
અત્યંત ગરીબ વર્ગમાં મોટાભાગના બાળકો
આ રિપોર્ટ અનુસાર, અત્યંત ગરીબીમાં જીવતા લગભગ અડધા લોકો, એટલે કે 584 મિલિયન લોલો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે. તેમાંથી 317 મિલિયન લોકો સબ-સહારન આફ્રિકામાં રહે છે, જ્યારે 184 મિલિયન લોકો દક્ષિણ એશિયામાં રહે છે. આ મુજબ, અફઘાનિસ્તાનમાં ગરીબી વધી છે અને ગરીબ બાળકોનું પ્રમાણ લગભગ 59 ટકા જેટલું વધારે છે.યુએનડીપી અને ઓક્સફોર્ડે જણાવ્યું હતું કે આ વર્ષનો અહેવાલ સંઘર્ષ વચ્ચે ગરીબી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કારણ કે 2023 માં બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી વધુ સંઘર્ષ જોવા મળ્યો હતો અને યુદ્ધ, આપત્તિઓ અને અન્ય પરિબળોને કારણે વિસ્થાપિત થયેલા 117 મિલિયન લોકોમાં સૌથી વધુ સંખ્યા હતી.
સંયુક્ત રાષ્ટ્રે શું કહ્યું
યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના ડાયરેક્ટર પેડ્રો કોન્સીસોએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત વૈશ્વિક એમપીઆઈ ડેટા સાથે સંઘર્ષના ડેટાને જોડીને આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે 455 મિલિયન લોકો જે બહુપરિમાણીય રીતે ગરીબ છે અને સંઘર્ષના વાતાવરણમાં જીવે છે, તેઓ પોષણ, પાણી અને સ્વચ્છતા, વીજળી અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતોમાં ગંભીર ખામીઓ સાથે જીવે છે, અને આ વંચિતતા સામાન્ય વિસ્તારના ગરીબો કરતાં ત્રણથી પાંચ ગણી વધુ ગંભીર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech