કોડીનાર તાલુકાના મૂળદ્રારકા બંદર ઉપર ચાર દિવસ પહેલા પિયા ૮ લાખ ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દા સાથે ત્રણ શખ્સોને એક બોલેરો સાથે મૂળદ્રારકા ના કેટલાક સાહસિક યુવાનોએ ઝડપી લઈને પોલીસને સોંપી આપવાની ઘટના બની હતી બાદ આ દા પ્રકરણ માં પોલીસ તત્રં દ્રારા તપાસમાં કુલડીમાં ગોળ ભાંગ્યો હોય તેવો ઘાટ ઘડાતા આ દાની હેરાફેરીમાં ખુદ વાડ ચીભડા ગળે તેવી પ્રતીતિ થઈ રહી છે.
કારણ કે દરિયાઈ માર્ગે જે બોટમાં આ વિદેશી દા ભરી લાવવામાં આવેલ તે બોટને પોલીસે તપાસ કર્યા વિના જવા દીધી હોવાની ચર્ચા એ જોર પકડું છે. તેમજ બોટમાંથી પ્રથમ ભરાયેલી બે બોલેરો તંત્રની મહેરબાનીથી જ રવાના થઈ ગઈ હતી તેની તપાસ પણ કરવામાં આવી નથી દરિયાકાંઠે થતી ચહલપહલની સ્થાનિક લોકોની નજરમાં આવતા તેમણે પોલીસને જાણ કરી હતી. આમ છતાં પોલીસ ઘટના સ્થળે ગઈ નહોતી બાદ ત્રીજી બોલેરો ભરાઈને રવાના થવાની તૈયારીમાં હતી એ વખતે તેને કેટલાક સાહસિક યુવાનોએ વિડીયો ચાલુ રાખીને અંતર્યા હતા અને બાદ કંઈક નવાજૂની થશે તેવી પોલીસને પ્રતીતિ થતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને દા ભરેલી બોલેરો સાથે ત્રણ શખ્સોને ઝડપી લઈને કાર્યવાહી કરી હતી પરંતુ જે બોટમાંથી દા લવાયો હતો તે બોટની તપાસ સુધા કરી ન હતી અને આ બોટને જવા દીધી હોવાની ચર્ચા ચાલી રહી છે. ઝડપાયેલા શખ્સોના મોબાઈલના કોલ ડીટેલની પણ તપાસ કરવી ખાસ જરી બની છે કારણ કે આ પકડાયેલા શખ્સો તંત્રના કયા અધિકારી સાથે ફોનથી જોડાયેલા હતા અને આટલો મોટો જથ્થો કયાંથી લાવ્યા હતા અને કયાં લઈ જવાના હતા તેની તપાસ પણ દિશા શૂન્ય બની છે ત્યારે આ તમામ પાસા ને ધ્યાને લેતા તંત્રના કેટલાક કર્મચારીઓ આમાં સંડોવ્યાવાયાની શંકા મજબૂત બની છે ત્યારે જિલ્લ ા પોલીસ વડા આ પકડાયેલા દાના મૂળ સુધી પહોંચે તો મોટો ઘટસ્પોટ થવાની શકયતા છે. પકડાયેલા ત્રણ શખ્સોમાંથી મુખ્ય આરોપી નાથા લખમણ સોલંકીની તબિયત નાદુરસ્ત હોવાથી તેનો મેડિકલ ફિટનેસ મળ્યા પછી બધી હકીકત મળે તેમ હોય હાલ વધુ તપાસ થઈ શકી નથી એવું જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech