લગભગ આઠ મહિનાથી અવકાશમાં ફસાયેલા ભારતીય-અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના સુરક્ષિત પરત ફરવા અંગે ઈલોન મસ્ક અને ડેનિશ અવકાશયાત્રી એન્ડ્રેસ મોગેન્સન વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.ડેનિસ અવકાશયાત્રી એન્ડ્રેસે ઈલોન મસ્કના દાવાને નકારી કાઢ્યો છે કે બાઈડેન સરકારે જાણી જોઈને સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને અવકાશમાં છોડી દીધા હતા. આ દાવાને ખોટો ગણાવતા, એન્ડ્રેસે કહ્યું કે આ ખોટું છે. અને આ એ જ વ્યક્તિ કહી રહી છે જે મીડિયામાં પ્રામાણિકતાના અભાવ પર બુમો પાડે છે.
મસ્ક પોતાની પોસ્ટનો જવાબ આપતી વખતે ગુસ્સે થઈ ગયા હતા. તેણે કહ્યું કે યુ ઈડિયટ..સ્પેસએક્સ તેમને ઘણા મહિનાઓ પહેલા પાછા લાવી શક્યું હોત. મેં આ વાત સીધી બાઈડેન વહીવટીતંત્રને પણ ઓફર કરી હતી પરંતુ તેમણે ના પાડી દીધી. રાજકીય કારણોસર આવું થવા દેવામાં આવ્યું નહીં.પણ ચર્ચા અહીં અટકી નહીં. એન્ડ્રીયાસે જવાબ આપ્યો કે ઈલોન , હું ઘણા સમયથી તમારો ચાહક છું. તમે સ્પેસએક્સ અને ટેસ્લા બાબતે ઘણી ઉપલબ્ધી હાંસલ કરી છે. તમે જાણો છો અને હું પણ સારી રીતે જાણું છું કે તમે તેમને પાછા લાવવા માટે રેસ્ક્યુ શીપ પણ મોકલી રહ્યા નથી.
ઉલ્લેખનીય છે કે પદ સંભાળ્યા પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કને બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવાની જવાબદારી સોંપી હતી. તેમણે મસ્કને બંને અવકાશયાત્રીઓને શક્ય તેટલી વહેલી તકે પૃથ્વી પર પાછા લાવવા કહ્યું હતું. જોકે, ટ્રમ્પના નિવેદન બાદ નાસાએ બંને અવકાશયાત્રીઓને પાછા લાવવાના પ્રયાસો તેજ કર્યા છે.સુનિતા વિલિયમ્સ ગયા વર્ષે 5 જૂને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ગયા હતા. તેણી એક અઠવાડિયા પછી પરત ફરવાના હતા, પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં સમસ્યાને કારણે, તે ત્યાં જ અટવાઈ ગયા. બંને અવકાશયાત્રીઓ બોઇંગ અને નાસાના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર અવકાશમાં ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવી
May 19, 2025 02:06 PMજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech