વાહન ચોરીના નેટવર્કને ભેદભવામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મહત્વની સફળતા સાંપડી છે પોલીસે શહેરના ગોકુલધામ સોસાયટીમાં રહેતા અને કારખાનેદારને ઝડપી લઇ તેની પાસેથી બે કાર અને બે બુલેટ, એક એકિટવા સહિત પિયા ૨૨ લાખના વાહનો કબજે કર્યા હતા. આરોપીની પૂછતાછમાં તે ફેસબુકમાં જાહેરાત જોઈ સસ્તા ભાવે વાહન ડોકયુમેન્ટ વગરની ચોરાઉ કાર કલકત્તા અને હૈદ્રાબાદથી ખરીદી હતી. આ ઉપરાંત બે બુલેટ સહિત ત્રણ વાહન તેણે પોતે મોરબી– રાજકોટમાંથી ચોરી કર્યાની કબુલાત આપી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયા, પીઆઇ ડી.સી.સાકરીયાની રાહબરીમાં એ.એસ.આઈ રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા,કોન્સ. વિજયભાઈ મેતા,કુલદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ગોંડલ રોડ પર સ્વામી વિવેકાનદં ઓવરબ્રિજના પાકિગમાંથી બે ચોરઉ કાર,બે બુલેટ,એકિટવા સહિત .૨૨ લાખના ચોરાઉ વાહનો સાથે દીપ રમણીકભાઈ અઘેરા (ઉ.વ ૨૬ રહે. ગોકુલધામ સોસાયટી, અંકુર સોસાયટી શેરી નંબર ૬ રાજકોટ, મૂળ રવાપર,મોરબી) ને ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે,આરોપી રાજકોટમાં કારખાનું ભાડે રાખી પ્લાસ્ટિકના દાણાનો ધંધો કરે છે. તે ફેસબુકમાં સસ્તા ભાવે વાહન વેચવાની કોઈ જાહેરાત મૂકી હોય તો તેનો સંપર્ક કરી આ વાહન ખરીદતો હતો પછી તે વાહન ભલે ચોરીના હોય આ રીતે તેણે નંબર પ્લેટ વગરની કિયા સેલટોસ કાર દશેક દિવસ પૂર્વે કલકત્તામા સાહિલ સિંધ(રહે પટના) મારફતે અમિત નામના શખસ પાસેથી ખરીદી હતી. જે કાર ચોરીની હોવા છતાં તેણે સસ્તી કિંમતમાં ખરીદી હતી જે કાર ચોરી થયા અંગે દિલ્હીમાં ફરિયાદ થઈ હતી. આ ઉપરાંત વરના કાર બે વર્ષ પહેલાં હૈદરાબાદથી તોફીક અલી નામના શખસ પાસેથી ડોકયુમેન્ટ ન હોવા છતાં સસ્તા ભાવે ખરીદી હતી.
પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે, આરોપી દીપ અઘેરાને આર્થિક ખેંચતાણ થતા તેણે વાહન ચોરી કરવાનું પણ શ કરી દીધું હતું તેને ત્રણ મહિના પૂર્વે મોરબીમાંથી તથા દોઢ વર્ષ પૂર્વે રાજકોટમાં કણકોટ રોડ પર તુલસી એપાર્ટમેન્ટ પાસેથી બુલેટની ચોરી કરી હતી. તેમજ બારેક દિવસ પૂર્વે મોરબીમાં રવાપર રોડ કેનાલ ચોકડી પાસેથી એક એકિટવાની ચોરી કરી હોવાની કબુલાત આપી છે. જે વાહનો પોલીસે કબજે કર્યા છે.આરોપી અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલો છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધુડસીયા ગામમાં દિવાલ ઘસી પડવાના કારણે મહિલાનો ભોગ લેવાયો
April 05, 2025 11:21 AMભારત સ્વદેશી વિમાનોનું ઉત્પાદન કરશે: નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુ
April 05, 2025 11:19 AMપતિ- પત્નીને એક જ સિટીમાં નોકરીની તક મળે તે માટે રેવન્યુના 57 કર્મચારીની બદલી
April 05, 2025 11:18 AMઅનંત અંબાણી દ્વારકા પહોંચે એટલે ભવ્ય સ્વાગતની તૈયારી માટે યોજાઇ ખાસ બેઠક
April 05, 2025 11:15 AMઅસુરક્ષિત લોનમાં ૨૧૦૦૦ ટકાનો વધારો, પરપોટો ગમે ત્યારે ફૂટવાની ભારે દહેશત
April 05, 2025 11:03 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech