મહેસુલ વિભાગ અંતર્ગત ફરજ બજાવતા વર્ગ ત્રણના કર્મચારીઓ માટે પુરુષ કર્મચારીના કિસ્સામાં બે વર્ષ અને મહિલા કર્મચારીના કિસ્સામાં એક વર્ષની નોકરી પૂરી કરી હોય તેવા પતિ -પત્નીના કિસ્સામાં વિનંતીથી જિલ્લા ફેર બદલી કરવામાં આવી છે.રેવન્યુ વિભાગના આવા સત્તાવન કર્મચારીઓની બદલીના હુકમ ગુજરાત સરકારે કર્યા છે અને તેમાં સૌરાષ્ટ્રના 22 કર્મચારીઓને પણ લાભ મળ્યો છે.
સૌરાષ્ટ્રના જે 22 કર્મચારીઓને લાભ મળ્યો છે તેમાં મોરબીના અજય જગમાલભાઈ સોહિલ અરૂણભાઇ ઉપેન્દ્ર સાકરીયા કિરણ પીપળીયા રાજકોટના પ્રિયાંક પટેલ કાજલ બામણીયા અમરેલીના કે પી સુલીયા અંકિતા કોટડીયા વૈશાલી મકવાણા નીતાબેન ચાવડા હાર્દિક કામાણી, વી.ટી.ઠાકોર પોરબંદરના નીતાબેન બારૈયા બોટાદના હિતેશ બોરીચા સુરેન્દ્રનગરના પરેશાબેન પરમાર ગીર સોમનાથના શિલ્પા મકવાણા ભાવનગરના એ.જે.જોશી જામનગરના સ્વાતિ પટેલ રવિ માંડવ બોટાદના જે ઝેડ. વાઘેલા અને જામનગરના પ્રકૃતિ સિંગારખીયાનો સમાવેશ થાય છે.
જિલ્લા ફેર બદલી કરાયા પછી આવા કર્મચારીઓને જે તે જિલ્લામાં કોઈ પણ સ્થળે નિમણૂક આપવામાં આવશે અને આ બાબતમાં કોઈ વાંધો લઈ શકાશે નહીં. એક વખત આ વ્યવસ્થાનો લાભ લીધા પછી હવે ફરીથી અન્ય જિલ્લામાં બદલી માટે માગણી કરી શકાશે નહીં. કોઈપણ કારણોસર જગ્યા કમી થવાના પ્રસંગે ફાજલ અથવા છૂટા થવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો મૂળ જિલ્લામાં પાછા ફરવાનો કોઈ અધિકાર આવા કર્મચારીઓનો રહેશે નહીં. જો કોઈ કર્મચારી જિલ્લા ફેર બદલી માટે ઈચ્છુક ન હોય તો સાત દિવસમાં કારણ સહિતનો રિપોર્ટ વિભાગને રજૂ કરવાનો રહેશે. જિલ્લા ફેર બદલીના કિસ્સામાં મેરીટ લીસ્ટ ગુમાવવાની બાહેધરી લીધા પછી જ આવા કર્મચારીને છુટા કરવાના રહેશે અને જે અંડરટેકિંગ લીધું હશે તે વિભાગને સાત દિવસમાં મોકલી આપવાનું રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech