ઘંટેશ્ર્વર ૨૫ વારીયામાં રહેતો શખ્સ ચાર ચોરાઉ બાઈક સાથે ઝડપાયો

  • January 30, 2025 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે રાજકોટની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારિયામાં રહેતા મૂળ અમરેલી પંથકના શખસને ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધા બાદ પૂછતાછ કરતા આ શખસ પાસેથી કુલ ચાર ચોરાઉ વાહન મળી આવ્યા હતા. જે વાહનોમાંથી તેણે બે વાહન રાજકોટમાંથી યારે અન્ય બે વાહનો ગોંડલ તથા જુનાગઢમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહની સૂચનાના પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી પી.આઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.સી.ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ જાડેજા, કૌશિકભાઈ જોશી તથા અરવિંદસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ઉપલેટા પાસેથી ચોરાઉ બાઇક સાથે અમિત ઉર્ફે મીત ઉર્ફે મસ્તાન વિપુલભાઈ સોલંકી(ઉ.વ ૨૦ રહે.ઘંટેશ્વર ૨૫ વારીયા મફતીયાપરામાં રાજકોટ, મૂળ ધારી તા. અમરેલી)ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી પિયા ૧.૦૫ લાખ ની કિંમતના ચાર ચોરાઉ બાઇક કબજે કર્યા હતા.
પોલીસે પૂછતાછ કરતા ઝડપાયેલા આ શખસે એક બાઈક ગોંડલના ગુંદાળા રોડ પરથી ડાયરેકટ કરી ચોરી કયુ હતું. તેમજ આશરે ૮ દિવસ પૂર્વે રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ પાછળથી ત્રણ દિવસ પૂર્વે જુનાગઢ તાલુકાના બલિયાવડ ગામેથી તથા બે દિવસ પૂર્વે રાજકોટના કુવાડવા રોડ પરથી બાઈક ચોરી કરી અને કબુલાત આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ચોરાઉ બાઇક સાથે ઝડપાયેલ આરોપી અમીત પે મીત સામે અગાઉ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી સહિતના ત્રણ ગુના નોંધાઈ ચૂકયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application