વિશેષમાં આ અંગે જિલ્લા નારી સુરક્ષા સમિતિના લીગલ એડવાઈઝર એડવોકેટ ભાવનાબેન વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણ, હંસાબેન સાપરિયા કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પ્રવીણભાઈ લાખાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, એડવોકેટ હિંમતભાઈ લાબડીયાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ૮૦ ફટ રોડ ઉપરના શેઠ હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ મહિલાઓના શરદોત્સવના રાસોત્સવ માટે છેલ્લા ૨૫ વર્ષેાથી આપવામાં આવે છે. અગાઉ આ ગ્રાઉન્ડનું ભાડું લેવામાં આવતું નહોતું ત્યારે પણ ગ્રાઉન્ડ મહિલાઓ માટે ફાળવવામાં આવતું હતું. છેલ્લા દસેક વર્ષથી સ્ટેન્ડિંગમાં ઠરાવ થયા બાદ ભાડું વસૂલવામાં આવે છે. કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિ રાજકોટ દ્રારા નિયત ફી ભરી આ વિસ્તારના બે થી અઢી હજાર મહિલાઓ માટે નિ:શુલ્ક રાસોત્સવ નું આયોજન કરે છે. જેમા કોઇપણ જાતના ભેદભાવ વગર દીકરીથી માંડી સિનિયર સિટીઝન મહિલાઓને રાસોત્સવમાં ભાગ લેતા હોય છે. તા.૧૬૧૧ શરદપૂનમના આયોજન માટે તા.૧–૧૧ ના મ્યુનિસિપલ કમિશનર અને શાળાના આચાર્યને ઇન્વર્ડ નંબર ૪૭૮૮ થી સંસ્થાના લેટરપેડ પર ગ્રાઉન્ડની શરદોત્સવના મહિલા રાસોત્સવ માટે વર્ષેાની પરંપરા મુજબ લેખિતમાં ગ્રાઉન્ડની માંગ કરવામાં આવી હતી. પરંતુ એ અરજીનો હકારાત્મક કે નકારાત્મક જવાબ આપવાની તસ્દી આચાર્ય કે રાજકોટ મહાનગરપાલિકાના નિંભર તત્રં દ્રારા લેવામાં આવી નહોતી. જે પગલે સંસ્થા શેઠ હાઇસ્કુલ દરવાજા પાસે શરદપૂનમના દિવસે બહોળી સંખ્યામાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું છે કે ઉપરોકત મેદાન એ કોઈની પ્રાઇવેટ માલિકીનું નથી પ્રજાના માલિકીનુ મેદાન છે. ત્યારે સતાધીશો જેટલો જ હક્ક પ્રજાનો પણ છે. સામાજિક સંસ્થાઓ દ્રારા આ મેદાન પર સમૂહ લોત્સવ, રચનાત્મક, સામાજિક, સેવાકીય પ્રવૃતિઓ, રાસોત્સવ, ધાર્મિક કે અન્ય પ્રજાલક્ષી કામગીરી માટે યારે આ મેદાનની માંગ કરવામાં આવે છે ત્યારે સામાજિક સંસ્થાઓની અરજીઓ કચરાપેટીમાં પધરાવી દેવામાં આવે છે અથવા તો મંજૂરી મેળવવામાં અભિમન્યુના સાત કોઠા વીંઝવા પડે તે પ્રકારનો માહોલ શાળાના આચાર્ય અને તત્રં વાહકો દ્રારા સર્જવામાં આવે છે. તા.૧૩–૧૧ના ભારતીય જનતા પાર્ટી દ્રારા વિધાનસભા કાર્યકર્તા આગેવાનોનો સ્નેહમિલન આ ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ ત્યારે ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા દ્રારા તા. ૯–૧૧ના અરજી કરી સ્કૂલ દ્રારા તા.૧૧–૧૧ના મહાનગરપાલિકા તત્રં સમક્ષ ફાઈલ મોકલવામાં આવી અને તા.૧૨–૧૧ના મંજૂરી પહેલા મંડપ નાખી દેવામાં આવ્યા બાદ તા.૧૩–૧૧ નિયત ફી ચુકવવામાં આવી હતી. ચારેક દિવસમાં સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. યારે સામાજિક સંસ્થાઓની અરજીઓમાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકાના તત્રં વાહકો એકની ગોળ અને બીજાને ખોળની નીતિ બધં કરે તેવી માંગ સાથે કોઠારીયા કોલોની યુવા ગ્રુપ દ્રારા જિલ્લા નારી સુરક્ષા સમિતિના સંયુકત રીતે મહિલા રાસોત્સવમાં તત્રં વાહકોએ જવાબ દેવાની તસ્દી ના લેવાતા કયા કારણથી ગ્રાઉન્ડ આપવામાં આવેલ નથી તે અંગેની સ્પષ્ટ્રતા કરવા, કયા ટેબલે કેટલો દિવસ ફાઈલ પડી રહી, કયા અધિકારીએ ફાઇલમાં શું નોંધ કરી તે અંગેની તમામ વિગતો નવેમ્બર માસના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરવામાં આવી છે તેમ કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલાએ ઉમેયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech