શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે.ત્યારે શિવાલયોમાં મહાદેવના દર્શનાર્થે ભાવિકોના ઘસારો જોવા મળી રહ્યો છે.તળેટી વિસ્તારમાં સોનાપુરીની પાછળ જોગણીયો ડુંગર આવેલો છે. યાં જોગણીયા સહિત અનેક માતાજીના સ્થાનકો આવેલા છે.કેડી માર્ગે ઉપર જતા શિવ ગુફામાં આવેલ મહાદેવનું શિવલિંગ પણ અલૌકિક આસ્થાનું કેન્દ્રબિંદુ છે.શીલા નીચે જ આવેલી ગુફામાં પ્રવેશવા સુતા સુતા જ જવુંં પડે છે. જેથી ગુફામાં બિરાજીત મહાદેવના દર્શન કરવા કઠિન માનવામાં આવે છે.
સોનાપુરી પાછળ જોગણીયા ડુંગર જંગલ વિસ્તારના માર્ગે અજાણ્યા ભાવિકો રસ્તો પણ ભટકી જતા હોય છે. જેથી જાણકારો દ્રારા શિવ ગુફા સુધી પહોંચવા વિવિધ સ્થળોએ નિશાનીઓ કરેલી છે. અંદાજિત ૮ કિલોમીટરના કેડીવાળા કઠિન રસ્તો પસાર કર્યા બાદ શિવગુફા સ્થળે પહોંચી શકાય છે. આ સ્થળ પર પથ્થરની મોટી શીલાની અંદર જ કુદરતી ગુફા આવેલી છે. જેની અંદર મહાદેવનું ચળકાટ ભયુ શિવલિંગ આવેલ છે. શીલાની અંદર પ્રવેશવા ખૂબ જ સાંકડો માર્ગ હોવાથી ગુફામાં પ્રવેશ કરવો કઠિન બને છે. હવા ઉજાસ ન હોવાથી અંદર જવા માટે મોબાઇલની ટોર્ચ લાઈટ કે બેટરીનો જ ઉપયોગ કરવો પડે છે યારે એકદમ સાંકડી જગ્યાને લઈ સર્પની જેમ સુતા સુતા જ ગુફામાં પ્રવેશ કરવો પડે છે જેથી વધુ વજનવાળા કે કાચા મનના ભાવિકો ગુફામાં પ્રવેશ કરતા પણ ડરે છે. ગુફાની અંદર સુતા સુતા ગયા બાદ અંદર પ્રવેશતા જ ૭થી આઠ ભાવિકો નીચા બેસી શકે તેવા મોટા મ જેવી જગ્યા આવે છે પરંતુ ગુફાની અંદર તો નીચા નમીને જ રહેવું પડે છે. હવા ઉજાસ ન હોય તો મૂંઝારો થાય છે પણ ગુફાની અંદર પ્રવેશ્યા બાદ કુદરતી ઠંડક મળે છે તે જ પ્રાચીન અને અલૌકિક શિવ ગુફાનો પુરાવો છે ગુફાની અંદર ચળકાટ ભયુ શિવલિંગ આવેલું છે. પાણી ન હોવાથી પૂજા કરવા માટે સાથે જ પાણી લઈ જવું પડે છે. હજારો વર્ષ જૂની શિવ ગુફા સિદ્ધપુષો યોગીઓ અને સાધકો તથા અઘોરીઓની સાધના તરીકે ઉપયોગ કરતા હોય તેમ માનવામાં આવે છે. કુદરતી ગુફાઓનો તપ સાધના તરીકે વધુ ઉપયોગ કરવામાં આવે છે. જંગલ વિસ્તારમાં હોવાથી તથા જંગલી પ્રાણીઓના આટા ફેરા હોવાથી આવા સ્થળો પર વન વિભાગ દ્રારા પ્રવેશ નિષેધ કરવામાં આવે છે. વન વિભાગના નિયમ મુજબ દંડને પણ પાત્ર ગણાય છે જેથી બહત્પ ઓછા ભાવિકો શિવ ગુફામાં આવતા હોય છે. પરંતુ શિવ ગુફાથી જાણકાર ભાવિકો શ્રાવણ માસ દરમિયાન મહાદેવની પૂજા કરવા આવે છે. ગુફામાં શિવલિંગ આવેલું હોવાથી જ તેને શિવ ગુફા તરીકે નામ અપાયેલ છે.
શિવ ગુફાની અંદર પ્રવેશતા મહાદેવનું શિવલિંગ આવેલું છે. જેને હર હંમેશ પૂજા કરેલું જ જોવા મળે છે.આ સ્થળ પર ખાસ કરીને શ્રાવણ મહિનામાં જ ગુફાથી પરિચિત વધુ શ્રદ્ધાળુઓ અને શિવભકતો આવતા હોય છે. યારે જંગલ વિસ્તારમાં હોવાથી અન્ય દિવસોમાં બહત્પ ઓછા ભાવિકો દર્શન કરવા આવે છે. તેમ છતાં પણ ગુફામાં આવેલ શિવલિંગની પૂજા દરરોજ થાય છે કોણ કરે છે કયારે કરે છે તે અંગે હજુ કોઈ જાણી શકેલ નથી
શિવ ગુફાની વિશેષતા અને અલૌકિક ગાથા
ગુફાની અંદર પ્રવેશ પણ ચેલેન્જ સમાન ગણાય છે સુતા સુતા ૧૦થી ૧૨ ફટ સુધીના રસ્તે સર્પની જેમ જ જવું પડે છે.જોકે ગુફાની અંદર પહોંચ્યા બાદ બહારથી નાની લાગતી ગુફામાં અંદર સાત થી આઠ ભાવિકોનો સમાવેશ થઈ શકે તેવો મોટો વિશાળ મ જેવી જગ્યા આવે છે. તો પ્રાચીન માન્યતા મુજબ શીલાની ઉપર માતાજીનું સ્થાનક પણ આવેલું છે તેવું પણ કહેવામાં આવે છે પરંતુ તેનો રસ્તો કોઈ જાણી શકયું નથી.
ત્રિશૂળના ટેકે સમગ્ર શીલાનો આધાર
શીલા નીચે જ આવેલી શિવ ગુફાની અંદર પ્રવેશ્યા બાદ મહાદેવના શિવલિંગ પાસે ૧૦ ફટનું મોટું ત્રિશૂળ પણ ગુફાની ઉપર સુધી સ્થપાયેલું છે જે ત્રિશૂળ ના ટેકા પર જ આખી શીલા આવેલી છે. ત્રિશૂળ કયાંથી આવ્યું કોણે સ્થાપ્યું? તે અંગે કોઈ જાણી શકયું નથી. પરંતુ ગુફામાં મહાદેવનું શિવલિંગ દરરોજ કરાતી પૂજા અને વિશાળ ત્રિશૂળ નો ઇતિહાસ કોઈ કળી શકયું નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech